BROUGHT TO YOU BY VIPUL DESAI http://suratiundhiyu.wordpress.com/ માતા-પિતાની પોતાના પુત્રને નમ્ર વિનંતી desaivm50@yahoo.com
વ્હાલા દીકરા, જે દિવસે અમે તને ઘરડા,માંદલા કે માથે પડેલા લાગીએ તે દિવસે તું થોડી શાંતી રાખજે અને અમને સમજવાનો પ્રયત્ન કરજે
જમતી વખતે અમે કપડા વ્યવસ્થિત નહિ પહેર્યા હોય કે કપડા બગડે ત્યારે તું જયારે નાનો હતો ત્યારે તને ખવડાવવામાં અને કપડા પહેરાવવામાં કે બદલવામાં જે કંઈ અમે કર્યું હતું તે યાદ કરીને સહન કરી લેજે.
અમે વાતચીત કરતી વખતે એકની એક વસ્તુ વારંવાર કરીએ તો તું અમને અપમાનિત કરવાની જગ્યાએ ધ્યાનથી સાંભળજે. તું નાનો હતો ત્યારે એકની એક વાર્તા અમારે તને સુવડાવવા માટે હજારો વખત વારંવાર કરવી પડતી હતી
અમને જયારે નહાવાનો કંટાળો આવે ત્યારે તું અમને ક્ષોભમાં નહિ નાખતો કે ધમકાવતો નહિ. તને યાદ છે ને કે તું નહિ નહાવા માટે હજાર બહાના કાઢતો અને અમને આખા ઘરમાં દોડાવતો હતો
આજની નવી ટેકનોલોજી બાબતમાં અમારા અજ્ઞાનને દુર કરવા અમને શીખવવામાં મદદ કરજે કારણ કે અમે જ તને કેમ ખાવું, કેમ પહેરવું અને કેમ વાતચીત કરવી એ બધું શીખવ્યું હતું.
જો અમને કોઈ વસ્તુ યાદ નહિ રહે કે વાતચીત કરતા વાતનો મુદ્દોજ ભૂલી જઈએ તો બેટા નિરાશ નહિ થઇ જતો. કારણ કે વાતચીતની અગત્યતા નથી, અગત્યતા તો તું ઘડપણમાં અમને શાંતિથી સાંભળે તેની છે
જયારે અમને ઠીક નહિ હોય અને ખાવા-પીવામાં મન નહિ લાગતું હોય ત્યારે તે માટે દબાણ કરીશ નહિ, કારણ કે શું અને ક્યારે ખાવું એનો અમને ખ્યાલ છે. તું નાનો હતો ત્યારે અમે તને ચાલતા શીખવામાં જેમ મદદ કરતા ટેકો આપતા તેમ જયારે અમારા હાથ-પગ નહિ ચાલે ત્યારે તું પણ અમને ટેકો આપજે
કોઈ વખત કંટાળીને અમે કહીએ કે આવું જીવવા કરતા તો મોત આવે તો સારું તો મનમાં નહિ લાવીશ કારણ એક દીવસ તેનો પણ તને ખ્યાલ આવશે
અમે તને બોજારૂપ છીએ એવું સમજીને દુ:ખી થતા કે ચિંતા કરતા પહેલા એ જરૂર વિચાર જે કે અમે તને મોટો કરવામાં કેટ કેટલા કષ્ટો વેઠ્યા અને ભોગ આપ્યા?
એક વસ્તુ ખાસ સમજી લે જે કે અમે આ ઉંમરે જીવી નથી રહ્યા પરંતુ અમારું અસ્તિત્વ ટકાવી રહ્યા છીએ દીકરા, અમારી આ થોડી ઘણી બાકીની જિંદગી અમે સુખ ચૈન અને આનંદથી પસાર કરીએ એમાં અમને મદદ કરજે. અમારા કલેજાના ટુકડા અમારા તને અંતરના આશીર્વાદ છે. – તારા મમ્મી અને પપ્પા
We love you, child.. Mom & Dad