CLICK FOR NEXT SPEAKERS ON આ એક ગાંડપણ છે.... CLICK FOR NEXT SPEAKERS ON
એક ગુલાબનો કાંટો વાગવાથી બધાજ ગુલાબોને ધિક્કારવાના.......
એક સ્વપ્ન તૂટી જવાથી સપના જોવાનું માંડી વાળવાનું....
એક પ્રાર્થના નહિ સ્વીકારાય એટલે પ્રાર્થના કરવાનુંજ માંડી વાળવાનું........
એક કામમાં નિષ્ફળ જવાથી પ્રયત્નો કરવાનુંજ છોડી દેવાનું.......
એક મિત્રે દગો દીધો એટલે બધાજ મિત્રોની ટીકા કરવાની........
કોઈ બેવફા બન્યું કે કોઈએ તમને પ્રેમ નહિ કર્યો એટલે પ્રેમમાં વિશ્વાસ નહિ કરવાનો...
પહેલા પ્રયત્ને નિષ્ફળ ગયા એટલે સુખી થવા કોઈ પ્રયત્ન જ નહિ કરવાનો.......
હું આશા રાખું છું કે આગળ જતા તમે તમારા આ ગાંડપણનો સહારો નહિ લો .....
હમેશા એક વસ્તુ યાદ રાખો
ભવિષ્યમાં એક નવી તક મળશે
એક નવો મિત્ર
એક નવો પ્રેમ
એક અદભુત નવી શક્તિનો સંચાર
આશાવાદી બનીને રોજ સુખના સપના વાગોળો
વિપુલ એમ દેસાઈ http://suratiundhiyu.wordpress.com/ પ્રયત્નો છોડી દેવા એ જ નિષ્ફળતાનું મુખ્ય કારણ છે. પ્રયત્નો કરતા રહેશો તો નિષ્ફળતાની સીડી પરથી સફળતાની ટોચ પર પહોચતા કોઈ તમને રોકી શકશે નહિ. પ્રભુ તમને તમારા પ્રયત્નોમાં સફળ બનાવે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના વિપુલ એમ દેસાઈ http://suratiundhiyu.wordpress.com/