વિવિધ ખાતાઓ દ્વારા અમલવારી કરવામાં આવતી સ્વરોજગારીની યોજનાઓ વિવિધ ખાતાઓ દ્વારા અમલવારી કરવામાં આવતી સ્વરોજગારીની યોજનાઓ PREPARED BY: DISTRICT EMPLOYMENT OFFICE ROOM NO : 25/26 JILLA SEVA SADAN-2 DISTRICT :ANAND
સ્વરોજગાર અંગેની મુખ્ય યોજનાઓના વિવિધ ખાતાઓની વિગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. સમાજ સુરક્ષા કચેરી જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી, ગુજરાત અનુસુચિત જાતિ આર્થિક વિકાસ નિગમ, સમાજ ક્લ્યાણ ખાતુ અનુસુચિત જન જાતિ માટેની યોજના, ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ જીલ્લાની નજીકની આઇ.ટી.આઇ
શ્રી બાજપાઇ બેંકેબલ યોજના ૧) જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર શ્રી બાજપાઇ બેંકેબલ યોજના • ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર યુવાનો/યુવતીઓને સ્વરોજગાર પુરી પાડવાનો આશય છે. ખોડખાંપણ ધરાવતા વિકલાંગ/અંધ યુવાન/યુવતી પણ લાભ લઇ શકશે. • યોજનાની પાત્રતા: ૧.ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ ૨.શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછુ ધોરણ: ૪ પાસ અથવા ૩.તાલીમ/અનુભવ : વ્યવસાયને અનુરુપ ૩ માસની તાલીમ અથવા ધંધાનો એક વર્ષનો અનુભવ અથવા વારસાગત કારીગર • ધિરાણ મર્યાદા: ઉધોગ માટે રૂ! ૮ લાખ, સેવા પ્રકાર માટે રૂ! ૩ લાખ (કુલ ૩૯૫ જેટલા ઉધોગ/ધંધા/વેપાર/સેવા માટે મળે છે.) • સબસીડી: રૂ! ૩૦,૦૦૦/- સુધી અનુ.જાતિ, જનજાતિ ૪૦% અન્ય માટે ૨૫%, અપંગ માટે ૫૦% રૂ! ૩૦,૦૦૧ થી વધુ અનુ.જાતિ ને ૨૫%, જનજાતિ ૩૦% અન્ય માટે ૨૦% અપંગ માટે ૪૦% સહાયની મહત્તમ મર્યાદા : (અનુ.જાતિ,જનજાતિ,અન્ય માટે) ઉધોગમાં રૂ! ૬૦,૦૦૦/-, સેવામાં રૂ! ૩૦,૦૦૦/- વેપારમાં રૂ! ૨૦,૦૦૦/-
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના (અ) જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના (માર્જીન મની યોજના) • યોજનાની પાત્રતા: 1. ગ્રામીણ વિસ્તારોમાં સ્થાપવામાં આવેલી તમામ ઉધોગ/ ધંધાની નવી ગ્રામોદ્યોગ પરિયોજના માટે 2. કારીગર/કામદારનું મથાદીઠ નિયત રોકાણ રૂ! ૧ લાખથી વધુ ન હોવુ જોઇએ. • ધિરાણની મર્યાદા : રૂ! ૫ લાખ થી વધુ અને ૨૫ લખ સુધીના ઉત્પાદનક્ષી નવા પ્રોજેક્ટ માટે બેંક દ્વારા ધીરાણ આપવામાં આવે છે. • સબસીડી: રૂ! ૫,૦૦,૦૦૧ થી ૧૦ લાખ સુધીના ધીરાણ સુધી અનુ.જાતિ, જંજાતિ,મહિલા,અપંગ અને માજી સૈનિક માટે ૨૫% ૧૦લાખ થી ઉપર અને ૨૫ લાખ સુધી અનુ.જાતિ, જનજાતિ,મહિલા અપંગ, માજી સૈનિક માટે રૂ! ૧૦ લાખ ના ૩૦% બાકીની રકમના ૧૦%
(બ) જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર વડાપ્રધાનનો રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) • શૈક્ષણિક લાયકત ઉત્પાદન ક્ષેત્રમાં રૂ! ૧૦ લાખથી વધુ અને વ્યાપાર સેવાક્ષેત્રમાં રૂ!.૫ લાખથી વધુ ખર્ચવાળી પરિયોજના સ્થાપવા માટે ઓછામાં ઓછુ ધોરણ : ૮ પાસ કરેલું હોવું જોઇઅ. • લાભાર્થીની પાત્રતા: (૧)૧૮ વર્ષથી ઉપરની વ્યક્તિ લાભ લઇ શકે. (૨) હેઠળ પરિયોજનાઓ સ્થાપવામાટે સહાય મેળવવા આવકની કોઇ ટોચમર્યાદા નથી.તથા હેઠળ મંજુર કરવામાં આવેલી નવી પરિયોજનાઓ માટે જ સહાય ઉપલબ્ધ બનશે. • મહત્ત્તમ પ્રોજેક્ટ મર્યાદા: પરંપરાગત કારીગરો/ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાનોને સ્વરોજગાર માટે રૂ!. ૨૫ લાખ ઉત્પાદન ક્ષેત્રે, રૂ!.૧૦ લાખ વ્યાપાર/સેવા ક્ષેત્ર માટે • સબસીડી: (૧)સામાન્ય કેટેગરી માટે શહેરી વિસ્તારો માટે ૧૫% ગ્રામીણ વિસ્તાર માટે ૨૫% (૨)અનુ.જાતિ,જનજાતિ,ઓબીસી,લઘુમતી,સ્ત્રી,માજી સૈનિકો વિકલાંગો માટે શહેરી વિસ્તાર માટે ૨૫%, ગ્રામ્ય વિસ્તાર માટે ૩૫%
(ક) જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર માનવ કલ્યાણ યોજના • સ્વરોજગારી માટે રૂ!. ૫૦૦૦/- ની મર્યાદામાં કુલ ૧૫૫ વ્યવસાયો માટે ટુલકીટસ આપવામાં આવે છે. • પાત્રતા: ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખા નીચેની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે. • આવક મર્યાદા: ગરીબી રેખા નીચે જિવતા લોકો જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ!. ૨૭,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ!. ૩૬,૦૦૦/- હોય તેને લાભ આપવા માં આવે છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના ૨) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના • ગરીબી રેખા હેઠળ જીવતા સ્વનિર્ભર જુથોને તાલીમ આપી સ્વરોજગારી માટે લોન તથા સહાય આપવામાં આવે છે. • લોન/સહાયનું ધોરણ: • પ્રોજેક્ટ ખર્ચના ૩૦% (રૂ!. ૭૫૦૦/-ની મર્યાદામાં) અનુ.જાતિ,જનજાતિ તથા અપંગ માટે પ્રોજેક્ટ ખર્ચના ૫૦% (રૂ!.૧૦,૦૦૦/-ની મર્યાદામાં) • સ્વસહાય જુથો માટે સહાયની મર્યાદા વધુમાં વધુ રૂ!. ૧,૨૫૦૦૦/- ૩) ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. – બ્લોક નં ૮, ૮મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર ૧૧, ગાંધીનગર. ૧) ઘરદિવડા યોજના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે યોજના હેઠળની આર્થિક પ્રવ્રુતિ માટે વધુમાં વધુ રૂ!. ૫૦,૦૦૦/- લોન સહાય પાત્રતા: શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ!. ૩૬,૦૦૦/- થી ઓછી હોય તેવી ૧૮ થી ૫૦ વર્ષની કોઇપણ મહિલા સબસીડી: રૂ!. ૨૦,૦૦૦/- સુધી અનુ.જાતિ તેમજ જનજાતિ ૪૦%, અન્ય ૨૫% અપંગ /અંધ મહિલા માટે ૪૦% વધુમાં વધુ સબસીડી ધંધા ક્ષેત્ર માટે ૭,૫૦૦,સેવા ક્ષેત્ર માટે ૧૦,૦૦૦ અને ઉધોગ ક્ષેત્ર માટે ૧૨,૫૦૦
મહિલા આર્થિક વિકાસ નિગમ શ્રી બાજપાઇ બેન્કેબલ યોજના (અ) મહિલા આર્થિક વિકાસ નિગમ શ્રી બાજપાઇ બેન્કેબલ યોજના ધિરાણની મર્યાદા બાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ ૩૬૮ પ્રોજેક્ટ પ્રોફાઇલ્સ હેઠળના ઉધોગ અને સેવા માટે મહત્ત્તમ રૂ!. ૨ લાખ અને ધંધા માટે રૂ!. ૧ લાખ યોજનાની પાત્રતા: (૧)ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ (૨) શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછુ ધોરણ: ૪ પાસ અથવા (૩) તાલીમ/અનુભવ : ખાનગી/સરકારી સંસ્થામાંથી વ્યવસાયને અનુરૂપ ૩ માસની તાલીમ અથવા ધંધાને લગતો એક વર્ષનો અનુભવ અથવા વારસાગત કારીગર સબસીડી: રૂ!. ૨૦,૦૦૦/- સુધી અનુ.જાતિ,જનજાતિ ૪૦% અન્ય માટે ૨૫%, અપંગ માટે ૫૦% રૂ!. ૨૦,૦૦૧ થી રૂ!. ૨ લાખ સુધી અનુ.જાતિ ને ૨૫% અનુ.જાતિ ને ૨૫% અનુ.જનજાતિને ૩૦% , અન્ય માટે ૨૦% અપંગ માટે ૪૦%
૧) નિરાધાર વિધવા મહિલાઓના પુન: સ્થાપન માટેની આર્થિક સહાય યોજના (૪) સમાજ સુરક્ષા ખાતું ૧) નિરાધાર વિધવા મહિલાઓના પુન: સ્થાપન માટેની આર્થિક સહાય યોજના ગુજરાત રાજ્યની વતની માનવ ગરીમા યોજનાના ધોરણે રૂ!. ૩૦૦૦/-ની મર્યાદામાં સાધન સહાય અથવા સ્વ રોજગારી માટે લોન રૂ!. ૩૦૦૦/- લાભાર્થિને માસિક રૂ!. ૫૦૦/- લેખે દર માસે સહાય ચૂકવવામાં આવે છે. પાત્રતા: (૧) ઉંમર ૧૮ થી ૧૬ વર્ષની વિધવા મહિલા (૨) ૨૧ વર્ષથી વધુનો પુત્ર ન હોય (૩) અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ!. ૨૪૦૦/-થી વધુ ન હોય તથા કુટુંબની વાર્ષિક આવક રૂ!. ૪૫૦૦/- થી વધુ ન હોવી જોઇએ. (૪) ૨૧ વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ તે અસ્થિર મગજનો હોય અથવા ૭૫% થી વધુ વિકલાંગતા ધરાવતો કે બિનકમાઉ હોય ૨) રાષ્ટ્રીય વિકલાંગ આર્થિક સહાય અને વિકાસ નિગમ (એન.એચ.એફ. સી) નાના વ્યવસાયો, નોકરી વેપારમાં સ્વ રોજગારીની રૂ!. ૨.૫૦ લાખ સુધીની આર્થિક સહાય વિકલાંગ ઉધોગ સાહસિકોને સહાય રૂ!. ૨૦ લાખ સુધીની સહાય ખેતી વિકાસ માટે સહાય રૂ!. ૫ લાખ સુધી મંદ બુધ્ધિ લોકો માટે સહાય રૂ!. ૨.૫ લાખ સુધી આનુષાંગિક સાધનો બનાવવા સહાય રૂ!. ૨૫ લાખ આવકનું ધોરણ: ગ્રામ્ય રૂ!. ૧.૬૦ લાખ, શહેરી રૂ!. ૨.૦૦ લાખ
સમાજ કલ્યાણ ખાતુ અનુસુચિત જાતિ માટેની યોજના (૫) સમાજ કલ્યાણ ખાતુ અનુસુચિત જાતિ માટેની યોજના કુટિર ઉધોગ ધંધા માટે નાણાકીય સહાય બેંકેબલ યોજના હેઠળ કુટિર ઉધોગ અને નાના પાયાના વ્યવસાય માટે એકમ દીઠ કુલ કિંમતના અડધા અથવા વધુમાં વધુ ૧૦ હજાર બે માંથી જે ઓછી હોય તેટલી રકમ સબસીડી પેટે આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તારમાં રૂ!. ૧૫,૯૭૬/-, શહેરી વિસ્તારમાં રૂ!. ૨૧,૨૦૬/- સમાજ કલ્યાણ ખાતુ અનુસુચિત જાતિ માટેની યોજના માનવ ગરીમા યોજના નાનો ધંધો કરવા ઇચ્છતા હોય તેવા અનુ.જાતિના લોકોને રૂ!. ૩ હજાર નાણાકીય સહાય આપવામાં આવે છે. આવક મર્યાદા: (૧) વાર્ષિક આવક રૂ!. ૧૧,૦૦૦ /- થી વધુ ન હોય (૨) બેંક લોન સિવાય નાનો ધંધો કરવા માંગતા હોય ગુજરાત અનુસુચિત જાતિ આર્થિક વિકાસ નિગમ અનુસુચિત જાતિના ઇસમો માટે બેંકેબલ યોજના ગુજરાતના ગરીબી રેખા નીચે જીવતા ( ગ્રામ્ય વિસ્તારમાં રૂ!. ૧૫,૯૭૬/- શહેરી વિસ્તારમાં રૂ!. ૨૧,૨૦૬/- થી ઓછી આવક ધરાવતા) અનુસુચિત જાતિના ઇસમો માટે (૧) ધંધા/વેપાર માટે રૂ!. ૧ લાખ અને (૨) ઉધોગ / સેવા માટે રૂ!. ૨ લાખ યુનિટ કોસ્ટ સુધીના કુટીર અને નાના પાયાના વ્યવસાય માટે ધિરાણ માટે ભલામણ કરવામાં આવે છે. સહાય : ધિરાણ ના ૫૦% અને વધુમાં વધુ રૂ!. ૧૦,૦૦૦/-
ગુજરાત અનુસુચિત જાતિ આર્થિક વિકાસ નિગમ ગુજરાત અનુસુચિત જાતિ આર્થિક વિકાસ નિગમ એન.એસ.એફ. ડી.સી. યોજના રાષ્ટ્રિય અનુ જાતિ નાણા અને વિકાસ નિગમ નવી દીલ્હીના સહયોગ થી અમલીત સીધા ધોરણની યોજના હેઠળ ગરીબી રેખા કરતાં બમણી આવક થી ઓછી આવક (શહેરી વિસ્તાર માટે રૂ!. ૫૫,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!. ૪૦,૦૦૦/-) ધરાવતા ઇસમો ને ૪% થી ૬% ના વ્યાજ ના દરે ધિરાણ આપવામાં આવે છે. પેટ્રોલ પંપ,ગેસ, કેરોસીન ક્રુડ વિતરણની એજન્સી માટે નાણાકીય સહાયની યોજના અનુ.જાતિના શિક્ષિત બેરોજગાર યુવનોને પેટ્રોલ પંપ,ગેસ, કેરોસીન ક્રુડ વિતરણની એજન્સી માટે આ યોજના હેઠળ રૂ!.૫૦,૦૦૦/- સુધીની માર્જીન મની પેટે ૪% ના દરે લોન આપવામાં આવે છે. લોન / સહાય મેળવવા માટેની પાત્રતા (૧) અરજદાર અનુસુચિત જાતિનો સભ્ય અને ગુજરાતનો વતની હોવો જોઇએ. (૨) ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ તથા આવકમર્યાદામા6 આવતો હોવો જોઇએ. (૩) અરજદાર ધંધો કરવા શક્તિમાન હોવો જોઇએ,સરકારી કે અન્ય નાણાકીય સંસ્થાનો ડિફોલ્ટ ન હોવો જોઇએ. (૪) અરજદાર કે તેના કુંટુબનો સભ્ય સરકારમાં અથવા રાજ્ય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નોકરી કરતો ન હોવો જોઇએ.
સમાજ કલ્યાણ ખાતુ અનુસુચિત જનજાતિ માટેની યોજના (૬) સમાજ કલ્યાણ ખાતુ અનુસુચિત જનજાતિ માટેની યોજના કુટિર ઉધોગ ધંધા માટેની નાણાકીય સહાય એકમદીઠ કુલ કિમતના ૫૦% અથવા વધુમાં વધુ રૂ!. ૫૦૦૦/-ની મર્યાદામાં સહાય. Ø અનુસુચિત જનજાતિના કામદાર સહકારી મંડળીના સભ્ય હોય તેને ૨૦૦ વાંસની ખરીદી પર રૂ!. ૧૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. Ø વંશપરંપરાગત વ્યવસાય માટે જાતિની મડંળી હોય તો અને વ્યક્તિગત અરજી માટે ૧૦૦૦ સુધીની સહાય Ø આવક મર્યાદા : વાર્ષિક રૂ!. ૧૧૦૦૦/- સુધીની માનવ ગરીમા યોજના નાનો ધંધો કરવા ઇચ્છતા હોય તેવા અનુ.જનજાતિના લોકોને રૂ!. ૨૦૦૦ લોન અને રૂ!.૨૦૦૦ સહાય એમ રૂ!. ૪૦૦૦ આપવામાં આવે છે. આવક મર્યાદા : વાર્ષિક રૂ!. ૧૧૦૦૦/- સુધીની
સમાજ કલ્યાણ ખાતુ અનુસુચિત જનજાતિ માટેની યોજના સમાજ કલ્યાણ ખાતુ અનુસુચિત જનજાતિ માટેની યોજના કાયદા અને તબીબી સ્નાતકોને નાણાકીય સહાય અનુ.જાતિના કાયદા સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા રૂ!. ૫૦૦૦/- સહાય અને રૂ!. ૭૦૦૦/- લોન વાર્ષિક ૪% ના દરે આપવામાં આવે છે. એમ.બી.બી.એસ./બી.એ.એસ.એમ.ડૉકટરોને દવાખાનું શરૂ કરવા માટે લોન સહાય તથા બી.ડી.એસ.ની ડીગ્રી ધરાવતા ડૉકટરોને પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરવા માટે રૂ!. ૨૫.૦૦૦/- સહાય અને રૂ!. ૧૫,૦૦૦/- સહાય અને રૂ! ૧૦,૦૦૦/- લોન વાર્ષિક ૪%ના દરે આપવામાં આવે રૂ!. ૧૫,૦૦૦/-લોન વાર્ષિક ૪%ના દરે આપવામાં આવે છે. આવક મર્યાદા : વાર્ષિક રૂ!. ૨૪,૦૦૦/-સુધીની પેટ્રોલપંપ, કેરોસીન, ગેસ એજન્સી માટે નાણાકીય સહાય : અનુ.જનજાતિના શિક્ષિત બેરોજગારોને રોજગારી પુરી પાડવા ઇંડીયન ઓઇલ કોર્પો. તથા તેના જેવી અન્ય સંસ્થાઓ ધ્વારા અગ્રતાના ધોરણે વિકેતાપદ આપવામાં આવે છે. જેમાં બેરોજગારને બેંક/અન્ય નાણાંકીય સંસ્થાના ધિરાણના ૨૫ ટકા અધિકત્ત્મ માર્જીન મની તરીકે રૂ!. ૨ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે.
ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ (૭) ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ મુદતી ધીરાણ યોજના આ યોજના હેઠળ ખેતીવાડી, પશુપાલન, મત્સ્યો ઉધોગ ટેકનીકલ પ્રકારના હસ્તકલાના તેમજ ટ્રાંસપોર્ટ સેક્ટરના વ્યવસાયો માટે રૂ!. ૫૦૦૦/-થી રૂ!. ૫ લાખ સુધીનું ધિરાણ લધુમતી સમુદાયને આપવામાં આવે છે. લાયકાત : (૧) અરજદાર ગુજરાતનો નિવાસી : અલ્પસંખ્યક સમુદાયનો (મુસ્લિમ, ખિસ્ત્રી, શીખ, બૌધિષ્ઠ અને પારસી ) હોવા જોઇએ (૨) અરજદારની ઉંમર ૨૧ થી ૪૫ વર્ષ. (૩) અરજદારના કુંટુબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!. ૪૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ!. ૫૫,૦૦૦/- થી વધુ હોવી જોઇએ નહી. (૪) ધિરાણ માંગતા વ્યવસાયનો પુરતો અનુભવ તથા જરૂરી તાંત્રીંક શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઇએ. (૫) અરજદાર અથવા કુટુંબના કોઇ વ્યક્તિએ રાજ્ય/કેરાજ્ય/કેન્દ્ર સરકારના કોઇ નિગમ/સંસ્થા અથવા બેંક પાસે થી સહાયિત ધિરાણ મેળવેલુ ન હોવુ જોઇએ.
ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ વિકલાંગ લાભાર્થીઓ માટે કલ્યાણની યોજનાઓ રાષ્ટીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ ફરીદાબાદની યોજનાઓ સમાજના તમામ વર્ગના વિકલાંગ ભાઇ બહેનોને લાગુ પડે છે. પાત્રતા :અરજદાર ગુજરાતનો નિવાસી તથા ૪૦% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતો હોવો જોઇએ. અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઇએ. અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.૩,૦૦,૦૦૦/-થી વધુ હોવી જોઇએ નહી અને શહેરી વિસ્તાર માટે રૂ!. ૫,૦૦,૦૦/- થી વધુ હોવી જોઇએ નહી. ધિરાણ માંગતા વ્યવસાયનો પુરતો અનુભવ તથા જરૂરી તાંત્રીક શિક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઇએ. અરજદાર અથવા કુટુંબના કોઇ વ્યક્તિએ રાજ્ય/કેન્દ્ર સરકારના કોઇ નિગમ/સંસ્થા અથવા બેંક પાસેથી સહાયિત ધિરાણ મેળવેલુ ન હોવુ જોઇએ. રાષ્ટ્રીય વિકલાંગ નાંણા અને વિકાસ નિગમની યોજનાઓમાં ધિરાણની મર્યાદા રૂ!. ૫૦,૦૦૦ સુધી ૫% વ્યાજનો દર, રૂ!. ૫૦,૦૦૧ થી રૂ!. ૫,૦૦,૦૦૦/-થી સુધી ૬% વ્યાજનો દર, રૂ!.૫,૦૦,૦૦૦/- થી વધુ ૮% વ્યાજનો દર રહેશે મહિલા લાભાર્થીએ ૧% ઓછુ વ્યાજ ચુકવવાનું હોય છે. મુદતી ધિરાણ :૧) સેવા અને વેપાર ક્ષેત્રમાં નાના વ્યવસાયો માટે ધિરાણ : વેપારક્ષેત્રના વ્યવસાયમાટે રૂ!. ૧.૦૦ લાખ, સેવાક્ષેત્રના વ્યવસાય માટે રૂ!. ૩.૦૦ લાખ (૨) ખેતી વિષયક ધિરાણ : રૂ!. ૧૦.૦૦ લાખ (૩) વ્યવસાયિક હેતુ માટે વાહન ખરીદી અર્થે ધિરાન : રૂ!. ૧૦ લાખ (૪) નાના ઉધોગો માટે ધિરાણ : રૂ!. ૨૫.૦૦ લાખ માઇક્રો ક્ર્ડીટ યોજના : આર્થિક રીતે નબળા વિકલાંગ ભાઇ બહેનો કે જેઓ નાના પાયા પર વ્યવસાય કરવા માંગતા હોય તેઓને રૂ!. ૨૫,૦૦૦/-ની મર્યાદામાં ૫% ના દરે સીધુ લાભાર્થી અથવા તો બિન સરકારી સંસ્થા મારફતે ધિરાણ અપાય છે.
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ (૮) ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ૧) ટર્મ લોન સામાજિક અને શૈક્ષણિક પછાત લાભાર્થીઓને તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા વ્યવસાય માટે રૂ!. ૫ લાખ સુધી ની ૬% ના દરે લોન લોન મેળવવા પાત્રતા: અરજદારની ઉંમર ૨૧ થી ૪૫ વર્ષ હોવી જોઇએ. વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૪૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ૫૫૦૦૦/- થી ઓછી હોવી જોઇએ (અ) નવી સ્વર્ણિમા યોજના ગરીબી રેખા નીચે જીવતી પછાતવર્ગોની મહિલાઓને સ્વરોજગારી દ્વારા આત્મનિર્ભર કરવા માટે રૂ.૫૦૦૦૦/- સુધીની ૪% લેખે લોન. લોન મેળવવા પાત્રતા: અરજદારની ઉંમર ૨૧ થી ૪૫ વર્ષ હોવી જોઇએ. વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૨૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ૨૭૫૦૦/- થી ઓછી હોવી જોઇએ. (બ) મહિલા સ્મૃધ્ધિ યોજના ગરીબી રેખા નીચે જીવતી પછાતવર્ગોની મહિલાઓને સ્વરોજગારી ઉભી કરી લક્ષ્યાંક જૂથ ની મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુધિરાણ માટે મહત્તમ રૂ.૨૫૦૦૦/- સુધીની ૪% લેખે લોન લોન મેળવવા પાત્રતા: અરજદારની ઉંમર ૨૧ થી ૪૫ વર્ષ હોવી જોઇએ. ઉમેદવાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત હોવોવ જોઇએ. વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૪૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ૫૫૦૦૦/- થી ઓછી હોવી જોઇએ.
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ માઇક્રો ફાઇનાન્સ યોજના (ક) ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ માઇક્રો ફાઇનાન્સ યોજના લક્ષ્યાંક જૂથના નાના ઉદ્યોગ સાહસિકોની લઘુધિરણની જરૂરિયાત પુરી કરવા સ્વસહાય જુથ મારફત મહત્તમ લોન રૂ. ૨૫૦૦૦/- સુધી ૫% લેખે લોન. લોન મેળવવા પાત્રતા: અરજદારની ઉંમર ૨૧ થી ૪૫ વર્ષ હોવી જોઇએ. ઉમેદવાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત હોવોવ જોઇએ. વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૪૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ૫૫૦૦૦/- થી ઓછી હોવી જોઇએ. (ડ) તાલીમ યોજના લક્ષ્યાંક જૂથને પરંપરાગત અને ટેકનીકલ ધંધાઓ તથા ઉધોગ-સાહસના ક્ષેત્રમાં યોગ્ય તાલીમ પુરી પાડી સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટેની નાણા સહાય અનુદાનના સ્વરૂપે પુરી પાડવામાં આવે છે. પછાત વર્ગોના સભ્યોના ટેકનીકલ અને ઉદ્યોગ સાહસલક્ષી કૌશલ્યોની કક્ષા ઉંચી લઇ જવા માટે નિગમ/તાલીમ સંસ્થાઓ મારફત,પ્રોજેક્ટ સબંધી તાલીમ માટે નાણાકીય સહાય પુરી પાડે છે. લોન મેળવવાપાત્રતા- (૧) અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના હોવા જોઇએ (૨) અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષથી વધારે હોવી જોઇએ. (૩) કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ! ૪૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ! ૫૫૦૦૦/- થી ઓછી હોવી જોઇએ. (૪) તાલીમનો સમયગાળો ૩ દિવસથી ૩ માસ સુધીનો રહેશે.
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ (ઇ) ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ સ્વયંસક્ષમ આ યોજના વ્યાવસાયિક શિક્ષણ/પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર પછાતવર્ગના યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા, પાત્રતા ધરાવતા યુવાનોને સ્વરોજગાર ઉભો કરવા માટે મહત્ત્તમ રૂ! ૫ લાખ સુધી ૫%ના દરે લોન સહાય લોન મેળવવા પાત્રતા- (૧) અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના હોવા જોઇએ તથા અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮વર્ષ થી ૩૫વર્ષ સુધીની હોવી જોઇએ. (૨) અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ! ૪૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ! ૫૫૦૦૦/- થી ઓછી હોવી જોઇએ. (૩) અરજદારે વ્યાવસાયિક શિક્ષણ/તાલીમ પ્રાપ્ત કરેલી હોવી જોઇએ. (ઉ) માનવ ગરીમા યોજના સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો,આર્થિક પછાતવર્ગ લઘુમતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ધંધા/વ્યવસાયનું જ્ઞાન ધરાવતા ઇસમોને સ્વરોજગાર માટે મહત્ત્તમ રૂ! ૩૦૦૦/-ની મર્યાદામાં રોકડ સહાય/ ટુલકીટસ આપવામાં આવે છે. આવક મર્યાદા – કુટુંબની વાર્ષિક આવક રૂ! ૧૧૦૦૦/- ની મર્યાદા, અતિપછાત, વિચરતી અને વિમુક્ત જાતિ માટે આવક મર્યાદા લાગુ પડતી નથી.
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના (૯) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ સીધા ધિરાણ યોજના સફાઇ કામદાર તથા તેના આશ્રિત્ને જુદા જુદા ધંધા માટે ૬% ના વ્યાજના દરે રૂ.૫ લાખ સુધીનું ધિરાણ જેમા મહિલા સ્મૃધ્ધિ યોજના હેઠળ મહિલાઓને ૪%ના દરે રૂ.૩૦૦૦૦/- અને લઘુધિરાણ યોજના હેઠળ ૫%ના દરે રૂ.૩૦૦૦૦/- સુધીનું ધિરાણ સીધુ જ લાભાર્થીને આપવામાં આવે છે. (અ) બેન્કેબલ યોજના(SRMS) ભારત સરકાર પુરસ્કૃત મેલુ ઉપાડતા સફાઇ કામદારોના પુન:સ્થાપન માટેની યોજના ભુતકાળમાં પણ માથે મેલુ ઉપાડવાનું કામ કરતા હતા એવા સફાઇ કામદારો અને તેના આશ્રિતોના પુન:સ્થાપન માટે રૂ.૨૫૦૦૦/- સુધીનું લઘુધિરાણ તથા રૂ. ૫ લાખ સુધીના મુદતીધિરાણ, જેમા રૂ.૨૦૦૦૦/- મર્યાદામાં કેપીટલ સબસીડીની જોગવાઇ. (બ) માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના સફાઇ કામદાર અને તેના આશ્રિત,૧૮ થી ૫૦ વર્ષ ની વય, પુરુષ લાભાર્થીને રૂ. ૩૦૦૦૦/- નું ધિરાણ ,વ્યાજ ૫% (ક) મહિલા સ્મૃધ્ધિ યોજના સફાઇ કામદાર અને તેના આશ્રિત,૧૮ થી ૫૦ વર્ષ ની વય,મહિલા લાભાર્થીને રૂ. ૩૦૦૦૦/- નું ધિરાણ ,વ્યાજ ૫%
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના (૧૦) જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના ગુજરાત રાજ્ય ના હાથશાળ અને હસ્તકલા ના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા સરકારશ્રી તરફ થી ઓછા વ્યાજે જરૂરિયાત મુજબના નાણાં મળે તે માટે આ યોજના અમલમાં મુકેલ છે. લાભાર્થીને વાર્ષિક રૂ. ૧ લાખ ની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવાવર્કિંગ કેપીટલ (કાચોમાલ ખરીદવા માટે ) અથવા બંને માટે ધિરાણ મળી શકે છે. ઉંમર ૧૮ વર્ષથી ઉપર કારીગર વિકાસ કમિશનર હેન્ડલુમ/વિકાસ કમિશનર હેન્ડીક્રાફ્ટ/ ઇન્ડેક્ષ્ટ–સી દ્રારા અપાયેલ આર્ટીઝન તરીકેનું ઓળખપત્ર ધરાવતો હોવો જોઇએ. કારીગર હથશાળ કે હસ્તકલા કારીગરી નો જાણકાર હોવો જોઇએ. આવકમર્યાદા નથી. લોન પરત ભરપાઇ વધુમાં વધુ ૩૬ હપ્તા નિયમિત ભરપાઇ કરવાની રહેશે.
બેન્કેબલ લોન સહાય યોજના (પંડિત દીન દયાળ યુવા સાહસિકતા યોજના) (૧૧) જીલ્લાની નજીક ની આઇ.ટી.આઇ. બેન્કેબલ લોન સહાય યોજના (પંડિત દીન દયાળ યુવા સાહસિકતા યોજના) ઉમેદવારોને ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો અભ્યાસ મેળવ્યા બાદ પોતાનો સ્વરોજગાર શરૂ કરવા જરૂરી નાણાંકિય સહાય લોન મારફતે મળી રહે અને નાણાંકિય સહાયનું વ્યાજ બોજરૂપ બને નહી તે માટે લીધેલ લોન /મંજુર લોન પર વ્યાજ સહાય સરકારશ્રી એ આપવાનું નક્કી કરેલ છે. અરજદાર આઇ.ટી.આઇ. નો નિયત કોર્ષ પાસ કર્યાના ૩ વર્ષની અંદર આ યોજનાનો લાભ મેળવી શકે છે.અરજીપત્રક જીલ્લાઉદ્યોગ કેન્દ્ર/ આઇ.ટી.આઇ.પ્રિન્સિપાલ ને મોકલવાનું રહેશે. બેંક મારફતેમંજુર નાણાકિય લોન પર નક્કી થયેલ વ્યાજ પૈકી ઓછામાં ઓછું ૪% વ્યાજ ઉમેદવારે ભોગવવાનું રહેશે ત્યારબાદ લોનની રકમના ૭% ની મર્યાદામાં થતું વ્યાજ અથવા વાર્ષિક ૭૦૦૦ આ માંથીજેઓછુંહોયતે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહનરૂપે ભોગવવામાં આવશે.
THANKS