Download presentation
Presentation is loading. Please wait.
Published byHendri Widjaja Modified over 6 years ago
1
એવો કોઇપણ નિયમ નથી હોતો જે બધા જ લોકો માટે લાભકારક હોય. – મહાભારત
SPEAKERS ON PLEASE Golden Triangle Resort - Chiang Rai , Thailand
2
માણસ અર્થનો દાસ છે, અર્થ કોઇનો દાસ નથી. મહાભારત
માણસ અર્થનો દાસ છે, અર્થ કોઇનો દાસ નથી. મહાભારત
3
સંપતિ એક એવા પ્રકારનો અગ્નિ છે, જે વ્યય થાય તો પણ બાળે છે અને સંઘરી રાખો તો પણ બાળે છે. માટે સંતોષ એ જ સાચી સંપતિ છે. – વિષ્ણુપુરાણ
4
જંગલમાં રહેવું સારૂ, પણ સગાઓની વચ્ચે ધનહીન દશામાં રહેવું જરાપણ સારૂ નથી. – હિતોપદેશ
5
‘જે રીતે ઊગતો સૂર્ય રાત્રીનાં અંધકારનો નાશ કરે છે, તે જ રીતે આત્માનું જ્ઞાન ભ્રમમાત્રને હટાવી દે છે.’ – ભગવાન શ્રીકૃષ્ણ
6
ઓળખાણ વગરનો વિશ્વાસ, સંબંધ વગરની વાણી, કારણ વગરનો ગુસ્સો, જિજ્ઞાશા વગરની પૂછપરછ, પ્રગતિ વગરનું પરિવર્તન. આ પાંચ લક્ષણથી મૂર્ખતા ઓળખાય જાય છે. – વેદવ્યાસ
7
જે વિકાસ કે વૃધ્ધિ આપણાં માટે ભવિષ્યમાં ઘાતક બને તેવી શક્યતા હોય તેને મહત્વ આપવું ન જોઇએ. સાથે સાથે એવું પતન કે જેનાંથી નવનિર્માણ થવાની શક્યતા હોય તો તેનું સ્વાગત કરવું જોઇએ. – વિદૂર
8
યુધ્ધમાં જીતવું એ તમારા એકલાનાં હાથની વાત નથી, પણ મનને જીતવું એ તમારા જ હાથમાં જ છે. – સ્વામી રામતીર્થ
9
હે પત્ની. ઇશ્વરે તને મને સોપી છે. તારા ભરણપોષણની જવાબદારી મારા ઉપર છે
હે પત્ની! ઇશ્વરે તને મને સોપી છે. તારા ભરણપોષણની જવાબદારી મારા ઉપર છે. આપણે બંને સંતાન મેળવીને સો વર્ષનું આયુષ્ય મેળવીએ. – અર્થવેદમાંથી
10
સત્કાર્યો,માનવ હદયમાં બાંધેલા કીર્તીમંદીરો સમાન છે.
11
જે મનુષ્ય મનને પોતાની હથેળી માં રાખી શકે છે,તેની એ હથેળી માં આખી દુનીયાની દોલત સમાયેલી છે.તેને કદાપી અપુણતા લાગતી જ નથી
12
મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે-મહાત્મા ગાંધી
13
એવ્યક્તિ જ મહાન બની શકે છે,જેના હદયમાં માનવપ્રેમનું અમૃત હોય,જે દબાણ અથવા સત્તાની જોહુકમી દ્વારા નહીં પરંતુ સુચનો તથા પ્રેમપુર્વક કામ લેતા હોય
14
જો તમે જીવનની સ્પર્ધામાં થોડા પાછળ રહી જવા માટે બીજા કોઇને કારણભુત ગણ્યા સિવાય પ્રયત્નો ચાલુ રાખશો તો તમારી સફળતા માટે ઉજળી શક્યતાઓ રહેલી છે
15
ઈતીહાસ બતાવે છે કે,યશસ્વી સફળતા પ્રાપ્ત કરનાર લગભગ પ્રત્યેક વ્યક્તિઓ સફળતા મેળવતા પહેલાં ઘોર નિષ્ફળતા બે ડગલા જ દુર રહી હતી
16
વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેય અભિમાની બની શકતો નથી. કાકા કાલેલકર
17
આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. ભગવાન શંકરાચાર્ય
18
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે-ટીપુ સુલતાન
19
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુંમાન રહેવાથી ,પ્રાર્થના કરતા વધારે જલ્દી ઈશ્વર્ની નજીક પહોચાય છે. -સ્વામી વિવેકાનંદ
20
કામને મજુરી ન બનાવો કામને પ્રાર્થના બનાવો. -સ્વામી સુખબોધાનંદ
21
ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો.
22
ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી. સેંટ ઑગસ્ટાઈન
23
નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે
નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે. ગૌતમ બુદ્ધ
24
જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે.
25
જે ભૂલનો બચાવ કરતા નથી એ છે-પ્રજ્ઞ, જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે-અજ્ઞ
26
મહાન મનુષ્યને બે હૃદય હોય છે : એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા ! ખલિલ જિબ્રાન
27
માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ. ગાંધીજી
28
તમે સુખ શોધો છો સંપતિમાં અને સામગ્રીમાં,જ્યારે હકીકતમાં સુખ છે સમાધિમાં અને સદગુણો માં.
29
‘મારા બાપા ખરું કહેતા હતા’ એવું માણસને જ્ઞાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે ‘મારા બાપા ખોટા છે.’ ચાર્લ્સ વર્ડઝવર્થ
30
ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે.
31
જે ભૂલ કરતા જ નથી એ છે-સર્વજ્ઞ, જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે-સુજ્ઞ
32
સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે. સ્વામી વિવેકાનંદ
Similar presentations
© 2024 SlidePlayer.com. Inc.
All rights reserved.