Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

ડીહાઇડ્રેશન ના ચિહ્નો અને લક્ષણો

Similar presentations


Presentation on theme: "ડીહાઇડ્રેશન ના ચિહ્નો અને લક્ષણો"— Presentation transcript:

1 ડીહાઇડ્રેશન ના ચિહ્નો અને લક્ષણો
વધુ પાણી કેવી રીતે પીવું

2 સામાન્ય ડિહાઇડ્રેશનના લક્ષણો
તરસ લાગવી ભુખ મરી જવી ચામડી રૂક્ષ થઇ જવી ચામડી પર બળતરા થવી પેશાબ પીળો થવો મોં સુકાઇ જવું થાક કે નબળાઇ લાગવી શરીર ઠંડુ પડી જવું ચક્કર આવવા Symptoms of dehydration usually begin with thirst and progress to more alarming manifestations as the need for water becomes more dire. The initial signs and symptoms of mild dehydration in adults appear when the body has lost about 2% of it's total fluid. These mild dehydration symptoms are often (but not limited to):

3 જ્યારે શરીરમાંથી 5% પાણી ઓછું થઇ જાય ત્યારે
હૃદયના ધબકારા વધી જાય શ્વાસ ચઢી જાય પરસેવો ઓછો થઇ જાય પેશાબનું પ્રમાણ ઘટી જાય શરીરનું તાપમાન વધી જાય ખુબ જ થાક લાગે સ્નાયુઓનો દુખાવો માથાનો દુખાવો ઉબકા હાથપગમાં ઝણઝણાટી થવી. If the dehydration is allowed to continue unabated, when the total fluid loss reaches 5% the following effects of dehydration are normally experienced:

4 જ્યારે શરીરમાંથી 10% પાણી ઓછું થઇ જાય ત્યારે
સ્નાયુઓ ખેંચાવા ઉલટી થવી ધબકારા ખુબ વધી જવા ચામડીમા કરચલી પડી જવી ધુંધળું દેખાવું પેશાબ કરતા દુખાવો થવો મુંઝારો શ્વાસ લેવામા તકલીફ વાઇ/ખેંચ આવવી છાતી અને પેટમા દુખાવો થાય બેભાન થઇ જવું. When the body reaches 10% fluid loss emergency help is needed IMMEDIATELY! 10% fluid loss and above is often fatal! Symptoms of severe dehydration include:

5 ધ્યાન રાખો કે ગંભીર ડિહાઇડ્રેશનના ફક્ત આટલા જ લક્ષણો નથી
ધ્યાન રાખો કે ગંભીર ડિહાઇડ્રેશનના ફક્ત આટલા જ લક્ષણો નથી. આપેલ લક્ષણો સામાન્યપણે દેખાતા લક્ષણો છે. ડિહાઇડ્રેશનના લક્ષણો વ્યક્તિદીઠ જુદા જુદા હોય છે. મનુષ્યની શરીરરચના એકદમ જટિલ છે. અને દરેક મનુષ્યનુ શરીર એકદમ અલગ છે. જ્યારે શરીરમા પાણીની કમીને કારણે ખલેલ પહોંચે છે ત્યારે મોટાભાગના શરીરમા સામાન્યપણે અહીં દર્શાવેલ લક્ષણો દેખાય છે પરંતુ વ્યક્તિગત રીતે જોતા ઘણીવાર અસામાન્ય કે અણધાર્યા લક્ષણો પણ જોવા મળી શકે છે. કયા લક્ષણ દેખાશે તેનો ઉંમર પર પણ આધાર રહેલો છે. બાળકમા દેખાતા ડિહાઇડ્રેશનના ચિહ્નો યુવાન, પુખ્તવયના તેમજ ઉંમરલાયક વ્યક્તિઓ કરતા જુદાં હોય છે. દરેક ઉંમરની વ્યક્તિ માટે ડિહાઇડ્રેશન રોકવુ ખુબ જરુરી છે. કારણકે તેના કારણે હૃદયરોગના હુમલાનો ભય વધી જાય છે.

6 ડિહાઇડ્રેશન થવાના કારણો
ડિહાઇડ્રેશન થવાના ઘણાબધા કારણો હોઇ શકે છે. સૌથી સામાન્ય કારણ ઉલટી, ઝાડા, લોહી વહી જવુ, અપોષણ, અને પરસેવા કે પેશાબ દ્વારા ગુમાવેલુ પાણી પાછું ના મેળવ્યુ હોય (પુરતુ પાણી ન પીવું) ઘણીબધી માંદગી અને રોગોમાં શરીરનું તાપમાન વધવાના કારણે તેમજ પરસેવાના કારણે ગંભીર ડિહાઇડ્રેશન થઇ શકે છે. તેના કારણે જ ડૉકટર માંદગીના સમયે ખુબ પાણી પીતા રહેવાનું કહે છે. શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવા માટે તેમ જ સ્ફુર્તિમાન, હરતુંફરતું તેમ જ નિરોગી રાખવા માટે શરીર ખુબ પાણી વાપરે છે

7 ઇલેક્ટ્રોલાઇટ્સ અને ડિહાઇડ્રેશન
ઇલેક્ટ્રોલાઇટ્સ અને ડિહાઇડ્રેશન જો ડિહાઇડ્રેશનનો અર્થ કોઇ વ્યક્તિમાંથી પાણી નિકળી જવું એમ થતો હોય તો તેની સારવાર એટલે કે ડિહાઇડ્રેશનની અસર અવળી કરવા માટે પાણી પિવડાવવું જોઇએ. જ્યારે કોઇને ડિહાઇડ્રેશન થાય ત્યારે તે પાણીની સાથે સાથે શરીરના મહત્વના ક્ષારો પણ ગુમાવે છે. તો ડિહાઇડ્રેટ થયેલ વ્યક્તિને પાણીની સાથે આ ગુમાવેલા ક્ષાર પણ પુરા પાડવા જરૂરી થઇ પડે છે. ડિહાઇડ્રેશન માટે જરૂરી ક્ષારો સોડિયમ અને પૉટાશિયમ છે જે મોટે ભાગે રમતગમતના પીણાઓમા કે બાળકો માટે મળતા ઇલેક્ટ્રોલાઇટના પેકેટમાંથી મળી રહે છે. શરીરના કોષમા થતી વિદ્યુત – રાસાયણિક પ્રક્રિયાઓ માટે ક્ષાર ખુબ મહત્વનો ભાગ ભજવે છે. આ ક્ષારની કમી સર્જાય તો કોષના સ્વસ્થ સંચાલન માટે જરૂરી શરીરમા થતી આ રાસાયણીક પ્રક્રિયાઓમા ગરબડ ઉભી કરે છે જેને પાણી દ્વારા ફેલાતુ ઝેર(Water intoxication) કહે છે જે ખુબ ગંભીર અવસ્થા છે અને તેના કારણે મૃત્યુ પણ થઇ શકે છે.

8 ડિહાઇડ્રેશનની સારવાર જો વ્યક્તિમા ડિહાઇડ્રેશનના ઓછા લક્ષણ દેખાય તો તેમને પહેલા ઘણુ બધુ પાણી પીવા માટે આપો અને તેમને ધીરે ધીરે નાના ઘુંટડામા પીવાનુ કહો. શરીરે ગુમાવેલા ક્ષાર પણ પુરા પાડવા જરુરી છે જે સ્પોર્ટ ડ્રિંક અને ઇલેક્ટ્રોલાઇટના પૅકેટમાંથી તાત્કાલિક મળી રહે છે. મીઠું નાખેલા ખોરાકમાંથી પણ આ ક્ષાર મળી રહે છે પરંતુ ડિહાઇડ્રેશન સમયે કોઇ પણ ખોરાક ખાવાથી શરીરને તેના પાચન માટે વધુ પાણીની જરુર પડશે. જેના લીધે ડિહાઇડ્રેશન વધશે. પહેલા શરીરે ગુમાવેલા પાણી અને ક્ષાર ધીમે ધીમે પુરા પાડ્યા પછી તેમ જ ડિહાઇડ્રેશનની અસર ઓછી થયા બાદ હળવો મીઠાવાળો નાસ્તો કે ખુબ જ હળવું ભોજન આપવું જો વ્યક્તિને ડિહાઇડ્રેશનના અગાઉ દર્શાવેલ લક્ષણોમાંના કોઇ ગંભીર લક્ષણો જોવા મળે તો તુરંત એમ્બ્યુલન્સ બોલાવવી જોઇએ. તે વ્યક્તિ કદાચ એવા મુકામ પર હોય કે જ્યારે તેને ઇંજેક્શન દ્વારા પ્રવાહી ચડાવવાની જરુરી હોઇ શકે છે. તેમને તુરંત ડોકટરને બતાવો અને તેમના માર્ગદર્શન મુજબ તેની તાત્કાલિક સારવાર કરો.

9 ડિહાઇડ્રેશન થતું રોકવું
કોઇપણ વ્યક્તિ શ્વાસોશ્વાસ, પેશાબ તેમ જ પરસેવા દ્વારા દિવસનું સરેરાશ 2 થી 3 લિટર જેટલું પાણી ગુમાવે છે. આ જથ્થો વ્યક્તિ જે પ્રવૃતિ કરતી હોય તેના આધારે વધઘટ પામી શકે છે. ભારે કસરત કરતી વખતે શરીર એક કલાકના 2 લિટર લેખે પાણી ગુમાવી શકે છે. ડિહાઇડ્રેશન રોકવા માટે આપણે બસ શરીર જેટલુ પાણી દિવસ દરમ્યાન ગુમાવતુ હોય તે તેને પાછુ આપવું જોઇએ. ઘણા જાણકારોના કહેવા મુજબ તમારી રોજની પાણીની જરૂરીયાત પુરી કરવા માટે દિવસના લગભગ 8 ગ્લાસ જેટલુ પાણી પીવુ જોઇએ. પરંતુ યાદ રાખો કે દરેક વ્યક્તિના શરીરનુ બંધારણ અલગ છે જેથી તેની પાણીની જરૂરિયાત પણ અલગ છે. આ જરૂરિયાત જે તે વ્યક્તિ જાતે જ સમજી શકે છે કે તેને દિવસ દરમ્યાન કેટલું પાણી જોઇશે. તમે પોતે જ સૌથી ઉત્તમ રીતે નક્કી કરી શકો કે તમને દિવસ દરમ્યાન કેટલું પાણી જોઇશે. જી હા.... પાણી.... ના સોડા, ના જ્યુસ, ના ખાંડવાળા પીણા. તમારા શરીરમાથી ગુમાવાતા પાણીનો ખ્યાલ રાખો અને જેમ જેમ ગુમાવતા જાઓ તેમ તેમ તમારા શરીરને પાછું આપતા જાઓ. તમને જ્યારે પણ તરસ લાગે તેનો મતલબ એ જ છે કે તમે ડિહાઇડ્રેટેડ છો. (તમારા શરીરમા પાણી ઓછું છે). તો સૌથી પહેલુ કામ તમારી તરસ છીપાવવાનુ કરો. તમારા પેશાબના રંગ પર ધ્યાન આપો. જો તેનો રંગ ઘેરો પીળો હોય તો તે દર્શાવે છે કે તમારા શરીરમા પાણી ઓછું છે. વધુ પાણી પીઓ. ખાસ કરી ને નાના બાળકો અને વૃધ્ધોનુ ધ્યાન રાખો.

10 પીવાનું પાણી ઘણાબધા કારણોસર આપણે છુટથી પાણી પીવું જોઇએ. પુરતા પ્રમાણમાં પાણી પીવાથી ડિહાઇડ્રેશનનો ભય રહેતો નથી, શરીરમાંથી ઝેરી તત્વો નો નિકાલ થાય છે, અને ઘા રૂઝાવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવે છે. ઠંડા પીણા કે જેમાં ખુબ વધુ પ્રમાણમા કેલરી રહેલ છે તેને બદલે પાણી પીવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. અહીં કેટલાક નુસખા આપેલા છે જેને અનુસરવાથી તમે ચોક્કસપણે જીવનની સૌથી પ્રાથમિક જરૂરીયાત તમે પુરતા પ્રમાણમાં મળી રહેશે - પાણી

11 તમારી પાણીની જરૂરીયાત નક્કી કરો.
“8 અને 8”નો નિયમ :- રોજ 8-ઔંસ (1 ઔંસ = 30 મિલિ)નો એક એવા ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવુ. જોઇએ. પરંતુ દરેક વ્યક્તિદીઠ, તેના વજન, તેની કાર્યપધ્ધતિ તેમ જ હવામાનના આધારે પાણીની જરૂરીયાત અલગ અલગ હોય છે. તમને કેટલા પ્રમાણમા પાણીની જરૂર છે તે તમે તમારા વજન(પાઉન્ડમાં) (2.2પાઉન્ડ = 1 કિલો) ને 2 વડે ભાગતા જે રકમ આવે તેટલા ઔંસ પાણી તમને રોજ જરૂરી છે તે નક્કી કરી શકાય દા.ત. એક વ્યક્તિનું વજન 150 પાઉન્ડ છે તો તેને રોજનું 75 ઔંસ(2250 મિલિ) પાણી રોજ જોઇએ. યાદ રાખો કે સુચવેલ માત્રા હજુ પણ વ્યક્તિગત રીતે જુદી જુદી હોઇ શકે જેથી હમેશા ઇષ્ટતમ પ્રમાણ નક્કી કરીને તેને વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે નાના ફેરફાર કરવા જોઇએ.

12 પાણી કેટલું પીવો છો તે માપો
તમે રોજ કેટલુ પાણી પીવો છો તે માપો. કેટલાક દિવસ સુધી આ પ્રમાણે કરો. જો ત્યારબાદ તમને લાગે કે તમે તમને સુચવેલ પ્રમાણ કરતા ઓછું પાણી પીવો છો તો આપેલ સુચનો અનુસરવાની કોશિશ કરો.

13 જીભના સ્વાદને સુધારો પાણીના સ્વાદ માટે તમારી જીભને કેળવો,
કેવુ પાણી સ્વાદમાં સૌથી વધુ ગમે છે તે શોધો, સૌથી સારી ગુણવત્તાવાળા પાણીને પસંદ કરો.

14 પાણી રોજ સાથે રાખો બાટલી અથવા બીજા કોઇ પાત્રમાં ભરીને તમે જ્યાં જાવ ત્યાં પાણી તમારી સાથે લઇ જાવ.

15 પાણીનો ગ્લાસ સાથે રાખો તમે કોઇ જગ્યા પર બેસીને લાંબો સમય કામ કરવાના હોવ તો તમારા ટૅબલ પર તમારી બાજુમા પાણી ભરેલો એક ગ્લાસ મુકી રાખો. તેમાંથી થોડા થોડા સમયાંતરે પાણી પીતા રહો.

16 સમયની નોંધ રાખો જો શક્ય હોય તો એવી ડીજીટલ ઘડિયાળ પહેરો કે જે દર કલાકે બીપનો અવાજ કરે. જે વાગે એટલે તમારા ગ્લાસમા પાણી ભરો એ પાણી બીજી બીપ વાગતા પહેલા પુરૂ કરવાનુ નક્કી કરો. તમે જો દિવસ દરમ્યાન દર કલાકે નાનો ગ્લાસ (180 મિલિ)નો પીશો તો તમે 8 કલાકના કામના કલાકો દરમ્યાન લગભગ 1.4 લિટર જેટલું પાણી પી લેશો.

17 પાણી શુધ્ધ કરો પાણી શુધ્ધ કરવાનું મશીન(પ્યુરીફાયર) વસાવો. શુધ્ધ પાણીનો સ્વાદ સારો લાગે છે અને તમને વધુ પાણી પીવા માટે ઉત્સાહિત કરે છે. ધ્યાન રાખો કે એક વાર તમે પ્યુરીફાયરનું પાણી પીતા ટેવાઇ જશો તો તમને નળના પાણીનો સ્વાદ નહી ભાવે કે જે તમારા દાંત માટે ફાયદાકારક છે. યાદ રાખો કે નળના પાણીમાં થોડી માત્રામા ફ્લોરાઇડ હોય છે જે દાંતને સ્વસ્થ અને મજબુત રાખવા માટે આવશ્યક છે. નસીબજોગે કોઇ પ્યુરીફાયર પાણીમાંથી ફ્લોરાઇડ કાઢી નાખતું નથી. ફ્લોરાઇડ કાઢવા માટે RO પધ્ધતિ, નિસ્યંદન કે મોંઘા ફિલ્ટર વસાવવા પડે પરંતુ એવું કરવું નહી. કારણકે લાળમા રહેલા ફ્લોરાઇડ દાંતને સડાથી બચાવે છે.

18 પાણીમાં સ્વાદ ઉમેરો તમારા પાણીમાં લીંબુનો રસ ઉમેરો જે તમારા પાણીનો સ્વાદ બહેતર બનાવશે અને તમને વધુ પાણી પીવાનુ મન થશે. હા, તે વધુ ખાટું ના થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. બસ થોડીક ખટાશ નાખવાથી સ્વાદ બદલાઈ જશે. પાણીના ગ્લાસમાં કાકડીના ટુકડા પણ નાખી શકાય કે ફુદીનાના પાન પાણીના જગમા નાખીને આખી રાત રહેવા દીધા પછી પીવાય. આ બધા પાણીને સ્વાદિષ્ટ બનાવવાના મોંઘા બજારૂ ઠંડા પીણાના એકદમ સુલભ અને બિનખર્ચાળ વિકલ્પો છે. તેમ છતા પણ જો તમે બજારમાં મળતા પીણા પસંદ કરો તો ધ્યાનથી તેમા રહેલ ઘટકો ચકાસો કારણકે તેના ઘટકો પાણી કરતા લીંબુ શરબતના વધુ હોવાની શક્યતા વધારે છે.

19 પાણીનું પ્રમાણ વધુ હોય તેવા ફળ ખાવ
જે ફળોમાં પાણીનું પ્રમાણ વધારે છે તેવા ફળ ખાવ. જેમ કે તરબુચ – જેમા તેના વજનના 92% જેટલું પાણી રહેલું છે. બીયા વગરનો તરબુચનો માવો કાઢી તેને એકરસ કરી બરફ અને ભાવે તો ફુદીનાના પાન નાખીને પીઓ તો ખુબ જ તાજગીદાયક પીણું બનશે, ખાસ કરીને ઉનાળામાં. ટામેટામાં પણ લગભગ 95% જેટલું પાણી રહેલ છે.

20 પાણી ઠંડુ રાખો જો તમને ઠંડા પાણીનો સ્વાદ ગમતો હોય તો તમે પાણી ઠંડુ રાખો. ઘરે ફ્રિજમાં પાણીનો જગ ભરીને મુકી રાખો. બહાર જતી વખતે પાણીની બાટલીમાં બરફ નાખી રાખો જે ધીમે ધીમે પીગળ્યા કરીને પાણી લાંબો સમય સુધી ઠંડુ રાખશે. યાદ રાખો કે ઠંડુ પાણી તમારા શરીરના તાપમાન સાથે તાલ મીલાવવા માટે તમારા શરીરની થોડી ઉર્જા વાપરે છે. તો જો તમને ડિહાઇડ્રેશન થયું હોય તો સાદું પાણી પીવું વધું હિતાવહ છે. તમારૂ શરીર સાદું પાણી ઝડપથી શોષી શકે છે. જ્યારે ઠંડું પાણી પીધા બાદ તેને પહેલા શરીરના તાપમાને લાવવાની પ્રક્રિયા કરવી પડે છે.

21 વાતાવરણ તમારી પાણીની જરૂરીયાત પર વાતાવરણની ખુબ બહોળી અસર થાય છે.
જો તમારે ગરમીના દિવસોમા બહાર રહેવાની જરૂર પડે તો તમારે તમારા શરીરમાંથી પરસેવાના લીધે નીકળી જતા પાણીની ખોટ પુરી કરવા માટે વધુ પાણી પીવું જોઇએ. જેના લીધે તમારા શરીરમા પાણીની ખોટ પડવા દેતું નથી તેમ જ ગરમીથી થતા રોગોથી પણ બચાવે છે. ઠંડી અને વરસાદી ઋતુમાં પણ પુરતું પાણી પીવું જોઇએ.(જે ઘણી વાર અવગણવામાં આવે છે). મનુષ્યના શરીરમાં જ્યારે પુરતા પ્રમાણમાં પાણી હોય ત્યારે તે ખુબ સારી કાર્યક્ષમતાથી કામ કરી શકે છે (શરીરને ગરમ કે ઠંડુ રાખવામા પણ) અપુરતું પાણી પીવાથી મગજની કાર્યક્ષમતા પર સૌથી પહેલી અસર પડે છે. જે ખુબ ગંભીર પરિણામ લાવી શકે. સાર: જો તમને એવું લાગે કે તમને ડિહાઇડ્રેશનની અસર છે તો તાત્કાલિક તમારા ડૉકટરનો સંપર્ક કરો.


Download ppt "ડીહાઇડ્રેશન ના ચિહ્નો અને લક્ષણો"

Similar presentations


Ads by Google