Download presentation
Presentation is loading. Please wait.
1
એકના સુખથી બીજો પરેશાન રજુઆત: વિપુલ એમ દેસાઈ
આવા બીજા સુવિચારો જોવા મારા બ્લોગની મુલાકાત લો CLICK FOR NEST SPEAKERS ON
2
તમે ભગવાનને હજારવાર છેતરો છો પરંતુ ભગવાનતો ઘણો જ દયાળુ છે એ દરેક વખતે તમને સજા નથી કરતો તેણે હોશિયારી વાપરીને તમને “પત્ની” આપી છે!
3
ઊંઘમા આવતા સ્વપ્નાઓ સાચા નથી હોતા પરંતુ એ સ્વપ્ના સાચા હોય છે જેને માટે તમે ઊંઘ બગાડો છો
4
સત્ય એટલે તૂટીને અસંખ્ય કાચની કણીઓમાં વેરાય ગયેલો અરીસો, આવી દરેક કણી માને છે કે હું જ સંપુર્ણ અરીસો છું!
5
ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું આ ત્રણ વસ્તુ આવડી જાય તો જિંદગીમાં ક્યારેય લટકવું નહીં પડે
6
સત્ય ઉપર કોઈ વિશ્વાસ નથી કરતુ. જુઠ ઉપર બધા વિશ્વાસ કરે છે
સત્ય ઉપર કોઈ વિશ્વાસ નથી કરતુ. જુઠ ઉપર બધા વિશ્વાસ કરે છે. દારુ વેચનારે ક્યાય જવું નથી પડતું, પીવાવાળા સામે ચાલીને આવે છે, પરંતુ દૂધ વેચવાવાળાએ ગલીએ ગલીએ ફરીને દૂધ વેચવું પડે છે. એજ રીતે સત્યએ વારંવાર અગ્નિપરીક્ષા આપવી પડે છે
7
જ્યારે તમે મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો હો ત્યારે તમને થશે કે ભગવાન ક્યાં છે? એક વસ્તુ હંમેશા યાદ રાખો કે પરીક્ષા વખતે ટીચર શાંતીથી નિરીક્ષણ કરતાં હોય છે!
8
જિંદગી જીવવાની બે જ રીત હોય છે, કોઈ એક ખૂણામાં બેસીને રડી લેવું, અથવા તો દુનિયાના બધે ખૂણે લડી લેવું!
9
જીવન શું છે...? સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!
10
એક કડવી હકીકત - આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે, જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે...!!!
11
જયારે દીવાલો માં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે; જ્યાંરે સંબંધો માં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે.…!!!
12
નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે “યાદ રાખતા શીખો" અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો...”!
13
જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા, ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં Diet ખાખરા...!
14
જો તમે કોઈ જોખમ નહીં ઉઠાવો તો તમે બધું જ જોખમમાં મૂકી દેશો - જેના ડેવિસ
15
ખાલી ખીસ્સા તમને જિંદગીમાં હજારો વાત શીખવે છે જયારે ભરેલા ખીસ્સા જિંદગી બગાડવાના હજારો રસ્તા બતાવે છે
16
એવા લોકોને આદર આપો કે જે પોતાના વ્યસ્ત જીવનમાંથી તમારા માટે સમય કાઢે, પરંતુ એવા લોકોને પ્રેમ કરો કે જે તમારા માટે ક્યારેય તેમના ટાઈમટેબલને જોતા નથી
17
માણસ સુખી થવા માટે મકાન બદલે છે, વસ્તુઓ બદલે છે, ગાડી બદલે છે,મોબાઈલ બદલે છે છતાં દુ:ખી છે કારણ કે તે પોતાનો સ્વભાવ નથી બદલતો!
18
જીભનું વજન નગણ્ય છે છતાં થોડાક જ લોકો તેને કાબુમાં રાખી શકે
19
જો ગુસ્સાને બંધ કરવાનું, ભૂલોને પાછળ લઈ જવાનું, ખરાબ સમયને આગળ ફાસ્ટ કરવાનું અને સારા વખતને સ્થિર કરવાના રીમોટ કંટ્રોલ જેવા બટનો હોત તો જિંદગી ઘણી જ સુંદર હોત!
20
એક પક્ષીએ મધમાખીને પૂછ્યું કે તું આટલી બધી મહેનત કરીને મધ બનાવે છે અને માણસો તે ચોરી જાય છે ત્યારે તને દુ:ખ નથી થતું? મધમાખીએ જવાબ આપ્યો મને જરા પણ દુ:ખ નથી થતું કારણ કે મારી મધ બનાવવાની કળાને તેઓ કોઇપણ દિવસ ચોરી નહીં શકે!
21
આપણા સુખનો આધાર આપણા વિચારોની ગુણવત્તા ઉપર છે અને આપણી ગુણવતાનો આધાર આપણે કેવા લોકો વચ્ચે રહીએ છીએ તેના ઉપર છે
22
જન્મ અને મરણ વખતે લોકોનો નિસ્વાર્થ પ્રેમ આપણને મળે છે, આપણે તો ફક્ત એ બે વચ્ચેના ગાળાને જ સંભાળવાનો છે
23
વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનું ગોદામ નહીં, પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતું કારખાનું બનાવો
24
સમજ્યા વગર કોઈને પસંદ ના કરશો, સમજ્યા વગર કોઈને ગુમાવો નહીં , કારણ કે ફિકર દિલમાં હોય છે શબ્દોમાં નહીં, ગુસ્સો શબ્દોમાં હોય છે દિલમાં નહીં
25
શા માટે આપણે આપણી આંખો બંધ કરીએ છીએ,જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ,જ્યારે આપણે રડીએ છીએ,જ્યારે આપણે સપનું જોઈએ છીએ, કારણ કે, જીવનમાં સૌથી સુંદર ચીજો દેખી શકાતી નથી, માત્ર હૃદયથી એનો અનુભવ કરાય છે
26
કોઈનો સાથ એવું માનીને છોડી ન દેતા કે એની પાસે હવે કંઈ રહ્યું નથી તમને દેવા માટે, પરંતુ એવું માનીને સાથ નિભાવજો કે એની પાસે ગુમાવવા જેવું હવે કંઈ બાકી રહ્યું નથી તમારા સિવાય
27
તમે પ્રેમને અપલોડ કરી શકો નહીં,તમે સમયને ડાઉનલોડ કરી શકો નહીં,જીવનમાં ગૂગલ બધા જવાબો આપી શકે નહીં,તેથી સીધેસીધા વાસ્તવિક્તાને લોગીન કરો, તમને તમારા જીવનનું સ્ટેટસ ગમવા લાગશે
28
જ્યારે ગુસ્સામાં કોઈ સાથે તમારા મગજની કમાન છટકી જાય ત્યારે એ વિચારો કે તમે ગમે તેટલું ખરાબ કાર્ય કરો તો પણ ભગવાન તમારી સાથે કેટલી શાંતી રાખે છે
29
તમે બીજાંઓ માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાને માટે કંઈ માગવાની જરૂર જ નહીં પડે
30
જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે
31
જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે
જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક, નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી..!!
32
સારા માણસો ફક્ત અને ફક્ત તેમના કાર્યોથી જ ઓળખાઈ જાય છે, કારણ કે સારી વાતો તો દુષ્ટ માણસો પણ કરી લેતા હોય છે
33
કોલસો જો સળગતો હોય તો હાથ દઝાડી દે છે અને ઠંડો હોય તો હાથ કાળા કરે છે, એજ પ્રમાણે ખરાબ માણસની દોસ્તી નુકસાન જ કરે છે – હિતોપદેશ
34
તમારી આંખ સારી હશે તો દુનીયા તમને ગમશે અને તમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો
35
ખર્ચ કરો પૈસો એની મેળે જ આવતો જશે!
36
નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, 'દુનિયામાં બધા દુઃખી કેમ છે
નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, 'દુનિયામાં બધા દુઃખી કેમ છે?' ભગવાને હસીને કહ્યું, 'સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખથી બીજો પરેશાન છે.'
Similar presentations
© 2025 SlidePlayer.com. Inc.
All rights reserved.