Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

VIPUL DESAI PRESENTS BEAUTIFUL FLOWERS SLIDE SHOW SPEAKERS ON

Similar presentations


Presentation on theme: "VIPUL DESAI PRESENTS BEAUTIFUL FLOWERS SLIDE SHOW SPEAKERS ON"— Presentation transcript:

1 VIPUL DESAI PRESENTS BEAUTIFUL FLOWERS SLIDE SHOW SPEAKERS ON

2 ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે જે સારા હોય છે તેમની દશા સારી નથી હોતી

3 દુઃખ તુમ કો ક્યા તોડેગા. તુમ દુઃખકો તોડદો
દુઃખ તુમ કો ક્યા તોડેગા? તુમ દુઃખકો તોડદો. કૈવલ અપની આંખે ઔરોકે સપનોસે જોડ દો.

4 ઊચું વિચારો - ઊન્નતિના શિખરે લઇ જશે.

5 અથાક પરિશ્રમ કરો - મહાન બનવાનો કિમીયો છે

6 સર્જનાત્મક બનો - મુખાક્રુતિ સુંદર લાગશે.

7 હસતા રહો - પડકારનું તકમા રૂપાંતર થશે.

8 તમારી ભાષા ઉપર કાબુ રાખો - તમારા ચારિત્રનું દર્પણ છે.

9 ભય ન રાખો - ઇશ્વર હંમેશા તમારી સાથે જ છે.

10 રોજ ચિંતન કરો - આત્માનો ખોરાક છે.

11 સારી ઘટનામાં પણ ખરાબ શું બન્યું છે તે હાઇલાઇટ કરવાનો પ્રયાસ એટલે નેગેટીવ વિચારધારા.

12 જ્યારે ખરાબ ઘટનામાંથી પણ સારી બાબત શું છે
તેનો બોધપાઠ લેવાય તે પોઝીટીવ વિચારધારા. 

13 દુઃખના દસ્તાવેજ બાળે એ જ હરખના "હત્સાવેજ" ભાળે.

14 વ્યક્તિગત દોષદુર્ગુણોની કાંટાળી ઝાડીઓ પ્રગતિના માર્ગને અવરોધે છે અને
મુશ્કેલ બનાવે છે. આ દુર્ગુણો બીજું કશું નથી, ૫ણ આ૫ણે ઘણા લાંબા સમયથી જાણતાં કે અજાણતાં આ૫ણા મનમાં સંઘરી રાખેલા વિચારોના પ્રતિનિધિ છે.

15 સા૫ કરડે ત્યારે તેનું એકાદ ટીપું ઝેર જ લોહીમાં ભળે છે, ૫ણ થોડીક વારમાં જ તે સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે અને પોતાની અસર બતાવે છે. કુવિચારો ૫ણ સર્પદંશ જેવા છે. તેઓ જ પોતાનો વિસ્તાર કરીને દોષદુર્ગુણોના રૂ૫માં ફેલાઈ જાય છે.

16 મનોવિકાર રૂપી આંતરિક શત્રુઓ બહારના શસ્ત્રધારી શત્રુઓ
કરતાં હજારગણા વધારે બળવાન અને ઘાતક હોય છે.

17 દૂર રહેનારા બાહ્ય શત્રુઓથી બચવાના અને તેમને ૫રાજિત કરવાના અનેક ઉપાય થઈ શકે છે, ૫રંતુ રાતદિવસ આ૫ણી અંદર રહેતા આ ઘરના ભેદીઓનું શું કરવું ? તેઓ હંમેશા ઘાતક જ સાબિત થાય છે.

18 તમારા દુશ્મનોનીકદરતેમજપ્રશંસા કરવાથી તેઓ 
મીત્ર બની જશે તમે અનેકના હ્રદય જીતી લેશો.

19 ઉદાર બનો. તમે પોતાના વિચાર અને અભીપ્રાયોને જતા કરતા શીખો

20 સર્વથા મોજૂદ દેવ આ બ્રહ્માંડનો નિર્માતા અને માલીક છે.

21 જરૂરીયાતવાળાની સેવામા તમારી જાતને ઘસી 
નાખવાથી તમને મનની ખૂબ શાંતિ મળશે

22 મન અને શરીરને વિશ્રાતિ આપવાનો સર્વોત્તમ માર્ગ પ્રભુના પવિત્ર નામનું સતત સ્મરણ જ છે.

23 આપણે પરિત્યાગની ભાવના સાથે પોતાના માટે જરૂરી પ્રમાણમા તેને માણવું જોઇએ.

24 સંગ લોઢા જેવો છે, જે પોતે ડૂબે છે અને બીજાને પણ ડૂબાડે છે, જયારે સત્સંગ લાંકડાંના પાટિયા જેવો છે, જે પોતે તરે છે અને બીજાને પણ તારે છે .

25 બાકીનુ સમાજ માટે છોડી દેવું જોઇએ અને આપણે અન્યોની ઇર્ષા નહી કરવી જોઇએ
બાકીનુ સમાજ માટે છોડી દેવું જોઇએ અને આપણે અન્યોની ઇર્ષા નહી કરવી જોઇએ.-ઉપનિષદ

26 તેં જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે
માતાપિતા તારી સાથે હતાં, માતાપિતા છેલ્લો શ્વાસ લે ત્યારે તું એમની પાસે રહેજે.

27 આપણે એક દિવસ કે એક ટંક ભૂખ્યા રહીને ઉપવાસ કરીએ છીએ અને એનાથી કેટલી વેદના થાય છે, પછી જે લોકો કેટલાય દિવસો સુધી સતત નિરાહાર કે અડધા પેટ જેટલું ખાઈને રહે છે, એમના મોંઢામાં બે મુઠ્ઠી અનાજ આપવું તો દૂરની વાત છે, જે ચીજ કોઈ પણ ખર્ચ કર્યા સિવાય મળી શકે છે તે મૌખિક સહાનુભૂતિ પણ શું આપણે આપી શકીએ છીએ !

28 આ જીવનને પ્રાણથી પણ વધુ પ્રેમ કરવો પડશે
આ જીવનને પ્રાણથી પણ વધુ પ્રેમ કરવો પડશે. ગરીબીને આભૂષણ બનાવીને હરકોઈની વચ્ચે કામ કરવા જવું પડશે. ભગવાનના પ્રત્યે ઋણ અદા કરવાનું આ જ માધ્યમ છે. આપણા પ્રેમનો સ્પર્શ કોઈને કોઈના માટે નક્કી છે જ.

29 ધર્મ નહીં, વર્ણ પરિચયથી હું તેમની શિક્ષાનો પ્રારંભ કરું છું.

30 સર્વ કાંઈ ઈશ્વરની ઇચ્છા છે. આ
વિશ્વાસ પર જીવન અને આદિ અને અંત આધારિત છે. ઈશ્વર પ્રત્યેની સેવા એટલે છેવટ સુધી ગરીબોની સેવામાં પ્રાણ આપી દેવો.

31 માનવરૂપે ફક્ત એક વખત જ જન્મ મળે છે એવું જે માને છે તે વ્યક્તિ પાસે એ પ્રશ્નનો કોઈ જવાબ નથી કે મનુષ્યના મૃત્યુ બાદ કશું જ જવાબ નથી કે જો મનુષ્યના મૃત્યુ બાદ કશું નથી હોતું નથી, તો જીવનમાં દુષ્ટ કર્મ અને શુભ કર્મ કરવાનું તાત્પર્ય શું છે? — મહર્ષિ દયાનંદ

32 સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે.

33 તમે તમારી જાતને મહાન માનતા હો તો તેનુ પ્રદશન કરવાની ભૂલ ન કરત

34 પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.

35 ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે
સ્વામી પ્રણવાનંદજી

36 આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.—ચાણક્ય

37 શબ્દકોષમાં ‘મા’નો શબ્દાર્થ મળશે પરંતુ ‘મા’નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે

38 પસ્તાવો. હ્રદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે

39 કોઈને શબ્દોથી કાપો નહિ પણ
કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો

40 પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને
અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે

41 પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે

42 સેંકડો હાથેથી ભેગું કરો, અને હજારો હાથેથી વહેંચી દો.

43 મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે.

44 કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે

45 માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે,

46 સ્લાઇડ શો પ્રસ્તુતકર્તાઃ વિપુલ દેસાઇ
છેલ્લે તો આપણે બે જ હોઈશું… ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ, એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે, એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ, એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે, ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે, ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. ‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’, એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે, ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. કવીઃ ‘અજ્ઞાત’ આ સ્લાઇડ શો જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર. ગુજરાતીમા સ્લાઇડ શો ઓછા થાય છે, આ  મારો એક વીનમ્ર પ્રયાસ છે. જો આપને ગમ્યો હોય તો આપના મીત્રોને ફોરર્વડ કરવા નમ્ર વિનંતી. સ્લાઇડ શો પ્રસ્તુતકર્તાઃ વિપુલ દેસાઇ


Download ppt "VIPUL DESAI PRESENTS BEAUTIFUL FLOWERS SLIDE SHOW SPEAKERS ON"

Similar presentations


Ads by Google