Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

વાનપ્રસ્થાશ્રમનાં દ્વારે...

Similar presentations


Presentation on theme: "વાનપ્રસ્થાશ્રમનાં દ્વારે..."— Presentation transcript:

1 વાનપ્રસ્થાશ્રમનાં દ્વારે...
વિજય શાહ ફોન: ૨૮૧-૫૬૪-૫૧૧૬ વાનપ્રસ્થાશ્રમનાં દ્વારે ઉભેલા ૫૦થી ઉપરનાં દરેક મિત્રોને આ દ્વિધા હોય છે કે “હવે આગળ શું?” અને બીજા પ્રશ્નો કેવા હોય છે અને તેના જવાબો શું હોઈ શકે તે વિષય ઉપર આજે આપણે વાતો કરીશું... એવું કહેવાય છે કે જિંદગીનાં પ્રથમ ૨૫ વર્ષોમાં ખાસ્ કશુ કરવાનુ હોતુ નથી કારણ કે તે સમય દરમ્યાન મા-બાપ જ બધુ કરતા હોય છે આ પચીસ વર્ષનાં તબક્કામાં બીજી ભાષામાં કહીયે તો ભણતર ગણતર અને લગ્નજીવનની ધુંસરી બંધાય છે. ૨૫ થી ૫૦ વર્ષોમાં કારકિર્દી અને કુટુંબ કબીલાની આંટીઘુંટીમાંથી વ્યક્તિ જ્યારે બહાર આવે છે અને ત્યારે જે ભવિષ્ય તે જુએ છે, તે તબક્કો છે વાન પ્રસ્થાશ્રમ… જ્યારે ધીમે ધીમે શરીર ઘસાતુ જાય, ઘરમાં સંતાનો  અને વહુ જમાઈની આવન જાવન ચાલુ થાય અને ઘરનો માળો જાણે ખાલી થતો થાય... નિવૃત્તિ જેમ નજીક આવતી જાય ત્યારે ૩ વસ્તુઓનું ધ્યાન રાખવુ પડતુ હોય છે ૧. ઘરમાં અચાનક વધી ગયેલા ૮ થી ૧૦ કલાકોનું શું કરવું, તેની ગોઠવણ... ૨. તમારા  નિવૃત્ત થવાને લીધે  ઘરમાં "વધારાની" જે ભાવનાઓ જન્મે તેને દૂર કરવા મથવું પડે ૩. નિવૃત્ત થયા પછી આવેલ નાણાકીય પરિસ્થિતિનાં પરિવર્તનોને જાળવવા પડે

2 વાનપ્રસ્થાશ્રમ એટલે ? સો વર્ષની જિંદગી હોય, તો તેનો ત્રીજો ભાગ એટલે વનપ્રવેશ.. એટલે કે એકાવન, બાવન અને તેથી ઉપર વધતી જતી જિંદગીનાં વનમાં પ્રવેશ.

3 શું ચીજ છે? – રમેશ પારેખ એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે? બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શી ચીજ છે? ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ, સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે? કઈ તરસ છે એ કે એને આમ પાલવવું પડે? રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે? રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા રોજ એનું એજ જીવ પર આવવું શું ચીજ છે? ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે? વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા, રમેશ હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે? રમેશ પારેખ ના આ કાવ્ય જ્યારે મારા વાંચવામાં આવ્યુ ત્યારે લાગ્યું કે વૃધ્ધત્વનું વરવુ ચિત્ર કવિ એ દોર્યુ છે..તે કદાચ સાચા પણ હોય જો તે ઘટનાને નકારત્મક રીતે લઈ ને જીવનારાઓની વાતો છે.. આમ કરનારા મુખ્યત્વે હવે કંઇ ન થઈ શકે ની સ્થિતિ સ્વીકારીને બેઠા હોઇ શકે. હું મારી વાતોમાં આજે તે નકારાત્મક વસ્તુઓને કાઢવા મથીશ

4 ગમતું કરવાનો અને તેને માણવાનો સમય
ધર્મ સમજાવે કે હવે ધીમે ધીમે મોહને છોડવાનું શીખો. સાદુ જીવન અને ઉચ્ચ વિચારો એ આ છે સમયનો મુદ્રાલેખ. “જે છે તેનો સંતોષ” અને “નથી તેનો અફસોસ ત્યાગવાનો સમય.” જૂના સબંધોને તાજા કરવાનો અને નવા સબંધોને માણવાનો સમય. ગમતું કરવાનો અને તેને માણવાનો સમય

5 સમજો કે ગઇ કાલે તમે નિવૃત્ત થયા...
તો વિચારો, કે તમે કેટલાનાં જીવન ઉપર ઘરે બેસીને અસર કરશો.. તે બધાનાં તમારા પ્રત્યેનાં પ્રત્યાઘાતો શું હશે? તે સૌને નડ્યા વિના યોગ્ય અનૂકુલન લેવું શક્ય છે? આ તો તમારો સ્વર્ણ યુગ છે જો સમજો તો...

6 સ્વર્ણ યુગ એટલા માટે કે -
જીવન લાંબુ અને સ્વસ્થ બનાવે આજનું તબીબી શાસ્ત્ર. ૬૮ વર્ષે નિવૃત્ત પુખ્ત માણસ હજી બીજા દસ વર્ષ કામ કરી શકે તેટલો સક્ષમ હોય છે. હવે એટલો જીવનનો અનુભવ છે કે જે કામ કરવા ધારીએ તેમા સફળ જ હોઇશું. દરેક પરિવર્તન હવે આપણ ને વધુ પાકટ, ધીર અને ગંભીર બનાવે છે. સ્વર્ણ યુગ એટલે ધારેલ દરેક સુખ મેળવવાનુ અને માણવાનું ઉત્તમ ટાણું દાદા એટલે આપવાનું અને આપતા રહેવાનું ટાણું. વૃધ્ધાવસ્થા એટલે જ અનુભવોથી સમૃધ્ધ અવસ્થા. એટલે જ કદાચ વડીલો પોતાના અનુભવોની ખાણમાંથી સાંપડેલા મોતી અનુગામીઓને આપવા તત્પર હોય છે. પોતાના સંતાનોને પોતાના જેવી તકલીફ ન પડે અને એમને બધું સરળતાથી પ્રાપ્ત થાય એ માટે એમની પાસે ઘણું કહેવા શીખવવાનું હોય છે. અનુભવીની આંખ ઘણી વાર મહોરા પાછળનો સાચો ચહેરો કે પડદા પાછળનું દૃશ્ય જોઇ શકતી હોય છે. અને એ પણ ખરું કે અનુભવધારીઓ નવી વાત સ્વીકારવામાં કે નવું સાહસ ખેડવામાં ક્યારેક પાછા પડતા હોય છે. સરવાળે એટલું જ કે દિમાગ અને હૃદય બંને ખુલ્લાં રાખીને અનુભવની આંખે જોતાં રહેવું એ જ સાચો રસ્તો.

7 નિવૃત્તજીવન સફળ બનાવવાનાં રસ્તા..
નિવૃત્તજીવન સફળ બનાવવાનાં રસ્તા.. પહેલુ કામ.. મનથી સ્વિકારી લો કે તમે નિવૃત્ત થયા. ફક્ત નાણા ઉપાર્જન નાં કાર્યથીજ. સક્રિય રહો પણ કોઇને ના નડો. શક્ય હોય તો કુટુંબનાં દરેક સભ્યોને કાન આપો. તેઓ માંગે તો જ સલાહ આપો. પછી તેણે તમારી સલાહ પ્રમાણે કર્યુ કે નહીં તે જાણવાનો પ્રયત્ન બીલકુલ ન જ કરો. કહે છે ને કે “ભાભો ભારમાં તો વહુમા લાજમાં”! ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે કહેનારા સર્વત્ર સન્માનાય છે કોઇક શોખ કેળવો.

8 કેટલાક પ્રેરક ઉદાહરણો... મારી આસપાસ !
કેટલાક પ્રેરક ઉદાહરણો... મારી આસપાસ ! ગીરીશ દેસાઇ પ્રવિણાબેન કડકીયા ધીરુભાઇ શાહ “ધીરજ રાય” ચીમન પટેલ “ચમન” હીંમત શાહ

9 કેટલાક પ્રેરક ઉદાહરણો... મારી આસપાસ !
કેટલાક પ્રેરક ઉદાહરણો... મારી આસપાસ ! વિશ્વદીપ બારડ “દીપ” પ્રફુલ્લ અને ઇંદીરા શાહ ડૉ. ભગવતીબેન ઓઝા જયંતીભાઈ પટેલ ( જે.ડી. કાકા)

10 ગીરીશ દેસાઇ નાખી દેવાની વસ્તુ માંથી સંગ્રહવાની વસ્તુ બનાવવામાં નિષ્ણાત
'નાસા'નાં નિવૃત્ત હાર્ડ્વેર એન્જીનીયર નાખી દેવાની વસ્તુ માંથી સંગ્રહવાની વસ્તુ બનાવવામાં નિષ્ણાત. એકલે હાથે ૩ મહીનામાં આખો માળ જાતે તૈયાર કર્યો હતો સાંજે  ફરવા જતા થયેલ ચિંતન માંથી રોજ કવિતા કે લેખ લખાય 

11 પ્રવિણાબેન કડકીયા "પ્રવિણાશ"
પ્રવિણાબેન કડકીયા "પ્રવિણાશ" નિવૃત્તિનાં શરુઆતનાં વર્ષમાં પતિ અવિનાશ નો સાથ છુટ્યો અને એકલ પંડે શરુ કરી જીવનની બીજી ઇનીંગ.બંને પુત્રો ડોક્ટર હતા પુત્રવધુ પણ ડોક્ટર. પૌત્ર અને પૌત્રીની સાથે ઘરે બેસી રહેવાને બદલે ભણવાનુ શરુ કર્યુ.. રેડિઓ પર માનદ સેવાઓ આપવાની શરુ કરી,  કુકીંગ, શીલ્પ કામ શીખ્યા, શીખવાડ્યું. મંદિરોમાં માનદ સેવાઓ આપી. સીનીયર સીટીઝન સંસ્થાઓમાં વોલન્ટીયર કામ કરતા કરતા કોમ્પ્યુટર ઉપર હાથ અજમાવ્યો.. અત્યારે ગુજરાતી સાહિત્ય સરિતાનાં એકદમ ફાસ્ટ ટાઈપ કરતા પ્રવિણાબેન ૬૫ વર્ષે પોતાનો બ્લોગ ખૂબ કુશળતાથી ચલાવે છે. કાવ્ય-સંગ્રહો બહાર પાડ્યા છે અને સ્વરચિત ભજનોની સી.ડી. પણ બહાર પાડેલી છે. દરેક વર્ષે ભારત જઈ સેવાભાવી સંસ્થાઓ જેવી કે "શૈશવ”માં માનદ સેવાઓ આપે છે. હાલ યોગજ્ઞાન શીખવા ભારત ૨ વર્ષ માટે ગયા છે. કંઈક એવુ કરવું કે જેમાં જનસેવા થાય તેવો અભિગમ છે. છોકરાઓ માટે ગૌરવવંતા દાદીમા છે, વળી સ્વનિર્ભર છે અને અમેરિકામાં રહી ભારતીય સંસ્કારો જાળવવા મથે છે. નિવૃત્તિનાં શરુઆતનાં વર્ષમાં અવિનાશ નો સાથ છુટ્યો અને એકલ પંડે શરુ કરી જીવનની બીજી ઇનીંગ.બંને પુત્રો ડોક્ટર હતા પુત્રવધઊ પણ ડોક્ટર પૌત્ર અને પૌત્રિની સાથે ઘરે બેસી રહેવાને બદલે ભણવાનુ શરુ કર્યુ..રેડિઓ પર માનદ સેવાઓ આપવાની શરુ કરી , કુકીંગ,શીલ્પ કામ્ મંદીરોમાં માનદ સેવાઓ આપી સીનીયર સીટીઝનમાં વોલન્ટીતર કામા કરતા કરતા કોમ્પ્યુટર ઉપર હાથ અજમાવ્યો..ગુજરાતી સાહિત્ય સરિતાનાં એકદમ ફાસ્ટ ટાઈપ કરતા ૬૫ વર્ષે પોતાનો બ્લોગ રન કરે છે કાવ્ય સંગરહો બહાર પાડ્યા છે સ્વ રચિત ભજનો ની ઈડી પણ બહાર પાડેલી છે. દરેક વર્ષે ભારત જઈ સેવાભાવી સંસ્થાઓ જેવી કે શૈશવ્ એકલ કે પ્રથમ માં માનદ સેવાઓ આપે. હાલ યોગજ્ઞાન શીખવા ભારત ૨ વર્ષ માટે ગયા છે. કંઈક એવુ કરવું કે જેમાં જનસેવા થાય તેવો અભિગમ છે. છોકરાઓ માટે ગૌરવન્વીત દાદીમા છે સ્વ નિર્ભર છે અને અમેરિકામાં રહી ભારતીય સંસ્કારો જાળ્વવા મથે છે.

12 ચીમન પટેલ “ચમન” નિવૃત્તિમાં પ્રવૃત્તિનું એક જીવંત ઉદાહરણ એટલે અમારા ચીમનભાઈ પટેલ્ેમણે ડાબી બાજુનુ ફ્લાવર વાઝ જે સફેદ  આરસ રંગનુ હતુ તેને આકર્ષક રંગો માં તૈયાર કર્યુ અને ઉદાહરણ પુરુ પાડ્યુ કે નિવૃત્તિ તે મન નો વિષય છે.. સમયને વાવવાનો હોય વેડફવાનો ના હોય્...ચીમનભાઈ નિયમિત જીવન જીવતા પ્રફુલ્લીત અને હાસ્ય લેખોથી મિત્રોને હસાવતા અને મર્મભેદી વાક્યોથી સમાજને તેના ખોખલા દંભોને ચાબખા મારતા લેખક છે. ૭૫ વર્ષની ઉંમરે પણ ૩૫ ઉંમરની સ્ફુર્તિ ધરાવતા આ મુરબ્બી સાથે તમે દસ મીનીટ મન મુકીને હસો તો તમારો દિવસ ગમે તેવો ત્રસ્ત હોય તમે તાજામાજા થઈ જાઓ

13 ધીરુભાઇ શાહ “ધીરજ રાય” ૧૯૯૭ થી ૨૦૦૭નાં નાં સમય ગાળા દરમ્યાન થયેલ સર્જનોની નોંધ ૧. સૌ પ્રથમ અંગ્રેજી પુસ્તક “The path towards better living-2001માં પ્રસિધ્ધ થયુ.જેમાનાં ત્રણ કાવ્યો ” My parents”, ” Marriage” અને ” Be one - we were one” ટેક્ષાસ રાજ્યનાં “Senior News” નામના અમેરિકન માસિકે, અને ” God Bless America” અને ” On Independence day” હ્યુસ્ટનનાં અમેરિકન સાપ્તાહિકે છાપ્યા. ૨. “વિશ્વમાં ભારતીયો અને ભારતમાં આપણે” તથા ” ગુજરાતી ભાષા શુધ્ધિ-અશુધ્ધિ” લેખો ‘ઘરશાળા’ નામનાં માસિકમાં રઘુભાઈ નાયકે છાપ્યા હતા. ૩. “વન વગડાનાં ફુલ ” ૪. ”વન વગડાની વાતો” ૫. ”વન વગડાની વાટે વાટે” ૬. ”વાતોનું વાવેતર્” ૭. ”હળવા હાસ્યનું પાનેતર” ૮. “પ્લસ”

14 કવિ હિંમત શાહ ૧૯૯૭માં તેમને હૃદયરોગનો ભારે હુમલો થયો. તેમને નિયમોના બંધનો કદી ગમે નહીઅને કુટુંબ અને મિત્રોની સલાહ સૂચનોથી ખૂબ જ થાકી જતા.  2002માં તેમનુ સુતેલુ શમણું કાવ્ય સંગ્રહ બહાર પાડવો છે તે જાગ્યુ.. રોજની ૧૮ કલાકની મહેનત કાવ્યોની ડાયરી મઠારવામાં... લખ્યું ભુસ્યું કરતા એક મહીનો કરી..ત્યારે તો તેમને કામ કરવામાં સ્ફૂર્તિ જણાતી હતી રોગનો તો કોઈ ભય પણ નહોંતો.. ગમતુ કામ કરવામાં કદી થાક ન લાગે

15 વિશ્વદીપ બારડ “દીપ” ૨૦૦૨માં કાવ્ય સંગ્રહ "કાવ્યસુંદરીની સાથે સાથે" બહાર પાડી સાહિત્ય જગતમાં "દીપ"નાં નામે લખવાનુ શરુ કર્યુ.. ૨૦૦૪માં નિવૃત્તિ પછી મનમાં સંગ્રહેલ સાહિત્ય પ્રેમ વાંચન અને સર્જનને વેબ બ્લોગીંગ દ્વારા સક્રિય કર્યો. બે વર્ષનાં ટંકા ગાળામાં લોક્પ્રિય બનેલા આ બ્લોગમાં તેમની સ્વરચીત કવિતાઓ ઉપરાંત તેમનાં વાંચન બાગમાંથી ચુંટી કાઢેલા ચુનંદા ફુલો અને તદનુરુપ ચિત્રોથી ભરેલો આ બ્લોગ જે રોજ નવુ પીરસે છે તેથી ચાહક વર્ગ તેમના બ્લોગને તરો તાજા ફુલોની મહેંકતી ફુલવાડી બ્લોગ પણ કહે છે

16 પ્રફુલ્લ અને ઇંદીરા શાહ
ડો પ્રફુલ્લ અને ઇંદીરા શાહ નિવૃત્તિનાં સમયે પ્રવૃત્તિ શોધતા હતા અને સુધા મુર્થીનાં  સંસ્મરણોમાંથી તેમણે પ્રવૃતિનું બીજ મળ્યુ. સાવર કુંડલાની આસપાસની પ્રાથમીક શાળાઓમાં નાનું પુસ્તકાલય થાય તેટલી ગુજરાતી પુસ્તકો દાન આપી બાળકોને ગુજરાતી ભાષાનાં સંસ્કાર બીજ રોપવા શરૂ કર્યા. પહેલા દસ ગામ, પછી સો ગામ અને આજે અમરેલી જિલ્લાનાં લગભગ બધા ગામોમાં આ દંપતી જ્ઞાનની ગંગા વહાવે છે.

17 ડૉ.ભગવતીબેન ઓઝા ૭૨ વર્ષની ઉંમરે વ્યાયામનાં ક્ષેત્રે ચમત્કારો સર્જતી ગાયનેકોલોજીસ્ટ ડો. ભગવતીબેન ઓઝાની વાત કરીએ તો વડોદરાથી સીનોર સુધી ૫૦ કીમી. સાયકલ ચલાવતી અને નર્મદાનાં ઊંડા પાણીમાં સીનોરથી માલસર ૩.૫ કીમી ની ઝડપે તરતી ડો.ઓઝા હાલમાં છાપાઓમાં ઝળકી. ૬૫ વર્ષે નિવૃત્ત થઈને રમત ગમતનાં ક્ષેત્રે ગજુ કાઢનાર ૭૨ વર્ષીય ડો.ઓઝા  સાયકલીસ્ટ, તરર્વૈયણ અને સુશિક્ષીત પાયલોટ છે. છેલ્લા ૮ વર્ષમાં આ ૭૨ વર્ષીય ખેલાડી એ ૭૦ કરતા વધુ મેડલો અને ટ્રોફીઓ મેળવી છે. ટેન્સીંગ નોર્ગેનાં હસ્તે  પર્વતારોહણની તાલીમ મેળવી ચુકેલ આ ડોકટર આજીવન અપરણીત રહી તેના દર્દીઓને ખડે પગે સાચવતી હતી. મધર ટેરેસા સાથે મચ્છુડેમ તૂટ્યો તે સમયે કામ કરી ચુકેલ આ ડો.ભગવતી ઓઝા ૨૦૦૫માં ભારતનાં ટોપ ૨૦ માં યશ ચોપરા ,ખુશવન્ત સીંઘ અને એમ એફ હુસેન સાથે સન્માન પામી ચૂક્યા છે.

18 બાકરોલના જેડી કાકા વિદેશમાં રહીને અનુભવ્યું કે અહીંયા ગુજરાતી સાહિત્ય કંઇ ખાસ ઉપલબ્ધ નથી. લાઇબ્રેરી ઘણી બધી છે. પરંતુ ગુજરાતી સાહિત્યનો અભાવ છે. નિવૃત્તિકાળમાં તેઓ પોતાના નાના પુત્ર ચિંતનના ઘરે રહેતા હતા. કોમ્પ્યુટર પ્રોગ્રામર હોઇ વર્ષ ૨૦૦૧માં તેમણે લેપટોપ આપ્યું. શરૂઆતમાં તેને ચલાવવાનું ખૂબ કઠીન લાગ્યું. ધીમે ધીમે પ્રેકટીસ કરતાં ઝડપ વધવા લાગી અને એક કલાકમાં ૮૦ લીટી કમ્પોઝ કરી દેતાં. ત્યારબાદ તેમણે પોતાન બે પુસ્તકોનું લખાણ જાતે કમ્પોઝ કર્યુ. તેમણે જણાવ્યું કે હવે એ સમય દૂર નથી જયારે મોટાભાગના કાર્યોઘરમાં બેઠા થઇ શકશે. ઇન્ટરનેટના માઘ્યમથી બાહ્ય સમાજને જોઇ શકાશે. જેથી પોતાના બે પુસ્તકો પ્રકાશિત કરવાના બદલે તેમણે ઇ માઘ્યમનો નવતર અભિગમ અપનાવ્યો. જેમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતી એક યુવતિએ તેમને મદદ કરી. જેનાથી તેમણે ગુજરાતી પુસ્તકોની ઇ-લાયબ્રેરી બનાવી.

19 કેટલાક ઉદાહરણો... વિશ્વ સ્તરનાં !
કેટલાક ઉદાહરણો... વિશ્વ સ્તરનાં ! અમેરીકન ઉપ-પ્રમુખ ગોર બિલ ગેટ્સ રવિન્દ્રનાથ ટાગોર મધર ટેરેસા શ્રીમતી સુધા મુર્તી

20 રવિન્દ્રનાથ ટાગોર ૩૦ વર્ષની ઉંમરે "ગીતાંજલી" કાવ્ય સંગ્રહ માટે નોબલ પ્રાઈઝ  ૪૦ વર્ષની ઉંમરે રવિન્દ્ર સંગીત ૫૦ વર્ષે નાટ્ય ક્ષેત્રે અપ્રિતમ સફળતા ૭૨ વર્ષે ચિત્રકામ શીખ્યા અને ૭૭ વર્ષે તેમા પણ શ્રેષ્ઠ સર્જન

21 શ્રીમતી સુધા મુર્તી

22 અમેરીકન ઉપ પ્રમુખ ગોર

23 મધર ટેરેસા

24 બિલ ગેટ્સ

25 અંતે... હકારાત્મક અભિગમો સુખ આપે છે !
ઉણોદરી રહો. દરેક રોગોનું મુળ છે પેટ. ખૂબ પાણી પીઓ.જમતા અને જમ્યા પછી હુંફાળુ પાણી પીઓ કે ગરમ ચા/કોફી પીઓ રોજનું બે માઇલ ચાલો.ચાલતા પગો સ્નાયુ મજબુત બનાવે ઉંઘ લાવે અને મધુપ્રમેહને ભગાડે. ખુલ્લા મનથી હસો અને બીજાને પણ હસાવો... કારણ? રડતો માણસ કાયમ એકલો જ પડી જશે, જ્યારે હસતાની સાથે આખી દુનિયા હસી ઉઠશે...!

26 અંતે... ત્રેવડ એ ત્રીજો ભાઇ છે તેથી તમારા નાણાકીય રોકાણો તમારી ઉંમર જેટલા ટકા આવકો પેદા કરતા રોકાણો જેવા કે બોંડ ડીબેંચરો માં રાખો. સારા નાણાકીય સલાહકારની મદદ લઇ એસ્ટેટ પ્લાનીંગ તથા પૌત્ર- પૌત્રી માટે એજ્યુકેશન પ્લાનીંગ કરાવો. સારા ટેક્ષ સલાહકારની મદદ લઇ યોગ્ય ટેક્ષ પ્લાનીંગ કરાવો. તમે વીલ કે લીવીંગ ટ્રસ્ટ કરાવ્યું? તેનું પુન: અવલોકન કરાવ્યું? સારા કાયદાકીય નિષ્ણાંતને જરૂર સાથે રાખો.

27 બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે
બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ, ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ. બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ, એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ. કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા, વ્હાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઈએ. કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ દોસ્ત, એકબીજાનાં ખભે એને ચલાવી જોઈએ. બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે, આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ. -ગૌરાંગ ઠાકર

28 આભાર મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો... હૃદયથી આભાર ! આ વક્તવ્ય દરમ્યાન કોઇ અવિવેક થયો હોય તો... ક્ષમા ! વિજય શાહ ફોન: ૨૮૧-૫૬૪-૫૧૧૬


Download ppt "વાનપ્રસ્થાશ્રમનાં દ્વારે..."

Similar presentations


Ads by Google