Download presentation
Presentation is loading. Please wait.
1
નુતન વર્ષાભિનંદન AUTO SLIDE – SPEAKERS ON
નુતન વર્ષમાં પ્રભુ તમારા ઈર્ષા,અભિમાન,રાગ,દ્વેષ,કામ,ક્રોધ,મદ,લોભ,દંભ,દુર્ભાવ અને મોહ હરિ લે, બધાને સદબુદ્ધિ, સદગુણો, ઉચ્ચવિચાર અને ઉચ્ચશક્તિ આપે, બધા ખુબ ખુબ પ્રગતિ કરો, નીતિ પ્રમાણીકતાથી ખુબ ખુબ ધન સંપત્તિ મેળવી તંદુરસ્ત, હૃષ્ટપુષ્ટ, નીરોગી રહી લાંબુ આયુષ્ય ભોગવીને સિદ્ધિના ઉચ્ચ શિખરે બિરાજમાન થાવ એવી પરમ કૃપાળુ સદગુરુ શ્રી સાઈનાથ મહારાજને અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના. વિપુલ-જ્યોતિ, હરિત-અપૂર્વી અને સીયાના સાલમુબારક AUTO SLIDE – SPEAKERS ON
2
અંતકરણ માં સમજણ ઉગ્યા પછી એ મનમાં સમાધાન ના
પ્રગટે તો સમજવું કે એ સમજણ નથી માત્ર ભ્રમણા હતી
3
દરેક વ્યક્તિએ બાલદીમાંના છિદ્ર
જેવું ના બનવું પરંતુ જમીન ના છિદ્ર જેવું બનવું કે જે કોઈ પણ દોષ ને પી જાય, પચાવી જાય અને પોતાનામાં સમાવી લે છે
4
કરણી એવી કરો જેની સુવાસ ક્ષણજીવી નહીં પણ ચિરંજીવી બની રહે
5
ઇશ્વર બધા લોકોમાં છે પણ બધા લોકો ઈશ્વરમાં નથી, એટલે જ તેઓ દુઃખી થાય છે-રામકૃષ્ણ પરમહંસ
6
પરમાત્મા હંમેશા દયાળુ હોય છે, જે અંત:કરણથી તેની મદદ માંગે છે તેને તે અવશ્ય આપે છે. સ્વામી વિવેકાનંદ
7
ખાઈ ખાઈને પેટ એવું ન વધારશો કે જેથી તમને તમારા ચરણ જ ન દેખાય (આચરણ ન દેખાય)
8
સંતોષ કુદરતી દોલત છે,જ્યારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.સોક્રેટીસ
9
ચંદ્ર અને ચંદન કરતા સજ્જનોની સંગતી વિશેષ શીતલ હોય છે.કાલિદાસ
10
તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખશો તો તમને પડછાયો નહીં દેખાય.સુરેશ દલાલ
11
પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.રજનીશજી
12
જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ.સ્વેટ મોર્ડન
13
સાચી વાત સારી લાગતી નથી અને સારી લાગતી વાત સાચી હોતી નથી
14
બુદ્ધિશાળી લોકો ક્યારેય વધારે બકવાસ કરતા નથી અને બકવાસ કરનારાઓ ક્યારેય બુદ્ધિશાળી હોતા નથી
15
શરીર જળથી, મન સત્યથી, બુદ્ધિ જ્ઞાનથી અને આત્મા ધર્મથી પવિત્ર બને છે
16
અવસરની પ્રતીક્ષામાં ના બેસો, આજનો અવસર જ સર્વોત્તમ છે, તેનો યોગ્ય ઉપયોગ કરશો તો મોટો અવસર પણ આપની સામે હાથ જોડીને ઉભો રહેશે
17
આક્રોશ, આવેશ અને આવેગની ત્રિપુટી એવી છે કે જે ક્યાય સફળતા મેળવવા દેતા નથી
18
દુનિયા માં ત્રણ પ્રકાર ના માણસો હોય છે , એક જે નિર્માણ કરે છે, બીજો તે નિર્માણ ને જોયા કરે છે, જયારે ત્રીજો પૂછે છે હેં શું થયું ?
19
દરિયાને તળીયે પડેલા સોનાને બહાર લાવવામાં સફળતા મેળવનાર કરોડપતિ બની જાય છે, પણ અંતરમાં દબાયેલા પ્રેમ, લાગણી અને સંવેદનશીલતા બહાર લાવવામાં સફળ બનનારો તો પરમાત્મા બની જાય છે
20
તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે
તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો – એ રોજ સુવાસ માણી શકશે
21
સમુદ્રનાં મોજાનાં માર્ગમાં પથ્થરોની પથારી ના હોય તો લહેરો ગૂંજતી નથી
22
તમે તમારા વડીલો પર ગર્વ કરી શકો છો કે નહીં એ વાતથી કોઈ ફરક નથી પડતો, ફરક તો એ વાતથી પડે છે કે તેઓ તમારા પર ગર્વ કરી શકે છે કે નહીં ?
23
ખોટું કરવા માટેની કોઈ સાચી રીત નથી
24
તમે એ વાતથી બિલકુલ ચિંતિત ન થતા કે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે
તમે એ વાતથી બિલકુલ ચિંતિત ન થતા કે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે. એ લોકો તો એ વાતથી ચિંતિત છે કે તમે એના વિશે શું વિચારો છો !
25
ઊંદરદોડમાં મુશ્કેલ એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છો
26
સમજદાર વ્યક્તિ એ જ કહેવાય જે બીજાની ભૂલો ભૂલી પોતાની ભૂલો યાદ રાખે
27
હંમેશા બતક જેવું વર્તન કરો – સપાટી પર બિલકુલ શાંત અને નિશ્ચિત દેખાવ પણ અંદરથી સતત હાથપગ ચલાવતા રહો
28
માછલી ક્યારેય મુશ્કેલીમાં ન આવવા છતાં પોતાનું મોં બંધ રાખે છે
29
સતત સાંભળવાની કોશિશ કરો, ક્યારેક સારી તક ખૂબ ધીમેથી તમારાં દ્વાર ખટખટાવે છે
30
બે વ્યક્તિએ જેલના સળિયા વચ્ચેથી બહાર જોયું. એકે માટી જોઈ, બીજાએ તારા
31
ક્યારેય ન પડવું એ સિદ્ધિ નથી, પણ પડ્યા પછી ફરીવાર ઊઠો એ જ સાચા અર્થમાં સિદ્ધિ છે
32
તમે આકાશને આંબવાની કોશિશ કરો છો તો શક્ય છે કે તમને એક પણ તારો ન મળે, પણ કમસેકમ હાથમાં ધૂળ તો નહીં આવે
33
વ્યક્તિને ત્રણ ભાગમાં વહેંચી શકાય (1) જે કાર્ય કરે છે (2) જે કાર્ય કરતાં જુએ છે અને (3) જે એ વાતનું આશ્ચર્ય કરે છે કે આ કાર્ય કેવી રીતે થયું
34
સહાનુભૂતિ કોઈ દિવસ વ્યર્થ નથી જતી, જાતને આપવા સિવાયની
35
મારી પાસે ચંપલ નથી એ વાતનો રંજ મને ત્યાં સુધી જ હતો જ્યાં સુધી મેં રસ્તા પર પગ વગરની વ્યક્તિને જોઈ નહોતી
Similar presentations
© 2024 SlidePlayer.com. Inc.
All rights reserved.