Download presentation
Presentation is loading. Please wait.
1
BROUGHT TO YOU BY VIPUL DESAI desaivm50@yahoo.com
આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.–અર્લ વિલ્સન Speakers on please BROUGHT TO YOU BY VIPUL DESAI
2
જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.–લૂઈ જિન્સબર્ગ
3
જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.–ખલિલ જિબ્રાન
4
આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.–જનરલ એબ્રગોન
5
જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.–જેરેમી ટેસર
6
આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. – ભગવાન શંકરાચાર્ય
7
ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી. – સેંટ ઑગસ્ટાઈન
8
જીવનમાં ખરો રસ તો ત્યારે જ પેદા થાય છે કે જેને આપણા કરીને માન્યા હોય એવા માટે આપણે જીવતાં શીખીએ
9
સુખી થવાનો માર્ગ એક જ છે. જ્યારે બે વ્યકિત મળે ત્યારે ત્રીજી વ્યકિતને સુખી કરવાનો વિચાર કરે
10
કુદરતે માણસના પેટમાં ભુખનો ટાઈમબૉમ્બ ગોઠવ્યો છે
કુદરતે માણસના પેટમાં ભુખનો ટાઈમબૉમ્બ ગોઠવ્યો છે. તે માણસને સતત પ્રવૃતિશીલ રાખે છે. દુનિયાની પ્રગતીનાં મૂળ દાળ-રોટીમાં પડ્યા છે
11
શ્રાધ્ધ એટલે આત્મચિંતનની ઘડી. પુર્વજોની સંસ્કાર-સૌરભને આપણા
જીવનમાં કેટલી મહેકતી રાખી શક્યા છીએ, તે અંગેના આત્મચિંતનની ઘડી… ખુદનું જીવન રળિયાત કરવાની રીમાઈન્ડર નોટિસ….!
12
સમાજની માનસિકતા ટાલિયા જેવી છે
સમાજની માનસિકતા ટાલિયા જેવી છે. ટાલિયાઓની વસ્તીમાં કોઈને માથે વાળ ઉગે, તો બીજા ટાલિયાઓ એને પોતાનું અપમાન સમજે છે
13
‘કમાવવું અને ઘર ચલાવવું’ એ બે વચ્ચે ફૂલ ચુંટવું અને ફૂલનો ગજરો બનાવવા જેટલો ફરક છે
14
ઘણાં દંપતીઓની દશા એક ખુંટે (ખીલે) બંધાયેલા બે ઢોર જેવી હોય છે
ઘણાં દંપતીઓની દશા એક ખુંટે (ખીલે) બંધાયેલા બે ઢોર જેવી હોય છે. તેઓ જિંદગીભર શિંગડા ભેરવતા રહે છે, પણ ખુંટો તોડી શકતાં નથી
15
સત્યમાં એક સેન્ટીમીટરનોય કાપ મુક્યા વિના તે રજુ કરવું એ ઉમદા ગુણ કહેવાય; પણ દુનિયાદારીની ડિક્ષનેરીમાં એ મુર્ખતા ગણાય છે
16
મહેમાનોને બગીચો બતાવવાનો હોય, ખાળકુવાનું ઢાંકણ ખોલીને ન બતાવાય !
17
પ્રેમને સમજવો અને ખુદ પ્રેમ કરવો, એ બે વચ્ચે રસગુલ્લાં બનાવવા અને રસગુલ્લાં ખાવાં જેટલો તફાવત છે
18
તમારું કર્તવ્ય ‘હોવાનું’ છે, ‘આ’ કે ‘તે’ થવાનું નહિ
તમારું કર્તવ્ય ‘હોવાનું’ છે, ‘આ’ કે ‘તે’ થવાનું નહિ. ‘હું છું તે હું છું’ – એમાં સમગ્ર સત્ય આવી જાય છે. ‘શાંત રહો’ – એ પધ્ધ્તિનો સાર છે.- રમણ મહર્ષિ
19
માણસને કામ નહીં પણ આરામ થકવી નાખે છે.
20
કાં અસાધારણ થજે અથવા નામોનિશાનથી મટી જજે પણ સૌના જેવો સાંજે સુનારો અને સવારે ઉઠનારો આદમી ન રહેતો !
21
જિંદગી પળવારમાં બુઝાઈ જનાર નાની જ્યોત નથી, રાહ દેખાડનાર મશાલ છે
22
સમય અણમોલ ખજાનો છે, આથી દરેક ક્ષણને સંભાળીને રાખો અને તેનો સદ્ઉપયોગ કરો
23
માંગ્યુ મળે તે આપણા હાથની વાત નથી, પણ આપણી પાસે જે નથી તેની તૃષ્ણા ન રાખવી એ તો આપણા હાથની વાત છે
24
કોણ કહે છે કે લગ્નમાં સ્ત્રીના સ્વતંત્ર વ્યકિતત્વનો લોપ થાય છે
કોણ કહે છે કે લગ્નમાં સ્ત્રીના સ્વતંત્ર વ્યકિતત્વનો લોપ થાય છે ? દૂધમાં સાકર મળે ત્યારે એ મરી જતી નથી, જીવે છે – મધુરતારૂપે જીવે છે
25
સૂર્યની દ્રષ્ટિ જેમ વાદળોને વિખેરી નાખે છે તેવી જ રીતે સ્મિત મુશ્કેલીઓને વિખરી નાખે છે
26
એ જ માણસ દરિદ્ર છે, જેની તૃષ્ણાઓ ઘણી મોટી છે
એ જ માણસ દરિદ્ર છે, જેની તૃષ્ણાઓ ઘણી મોટી છે. મન જો સંતુષ્ટ હોય તો કોણ ધનવાન અને કોણ દરિદ્ર ?- ભર્તૃહરિ
27
ઘણીવાર એવું બને છે કે આપણે મોજડીમાં જ મોહી પડીએ છીએ અને મુકુટ આપણી વાટ જોતો હોય છે
28
તમે જીવન એ રીતે જીવો કે કોઈ તમારું બુરું બોલે તો પણ લોકો માને નહીં
29
જુઠ ના અસંખ્ય રૂપો હોય છે, જ્યારે સત્યનું ફકત એક જ રૂપ હોય છે
30
BROUGHT TO YOU BY – VIPUL DESAI desaivm50@yahoo.com
જેમ આપણે આંતરિક રીત વધુ કંગાળ હોઈએ, તેમ આપણે વધુ ને વધુ લોકોને, પ્રતિષ્ઠાને, મિલક્તને, પ્રણાલિકાઓને વળગી રહીને બાહ્ય રીતે વધુ સંપન્ન થવા પ્રયત્ન કરીએ છીએ.- જે. કૃષ્ણમૂર્તિ
Similar presentations
© 2025 SlidePlayer.com. Inc.
All rights reserved.